Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1191
________________ સતી સુભદ્રાની કથા તપેલું સીસુ જાણે કાનમાં ન રેડતી હોય તેવી કટુ વાણીથી સાસુએ સુભદ્રાને તિરસ્કારી હાંકી કાઢી. છતાં ય જેના દીલમાં સચ્ચાઈ છે, જેનું હૃદય પવિત્ર છે, જેને પોતાના ઉપર વિશ્વાસ છે અને જે નિર્મળ અને પવિત્ર છે, તેને કોઈ વાતનો ડર નથી હોતો, તેને કોઈનો ય ભય નથી હોતો. એ તો શાંત ચિત્તે બધુંય ગળી જતી હતી અને ફરી પાછી હાથ જોડીને કહેવા લાગી: ‘સાસુજી ! જરા જુઓ તો ખરા !' ‘રાંડ પાછી બોલી ? તને ભાનબાન છે કે નહીં ? શું આખી નગરીમાં ઢોલ પીટીને તારે એ બતાવવું છે કે-હું આવી કુલટા છું ? શું આખી નગરીમાં ફજેત થયું છે ? બેસ-બેસ છાનીમાની.' સાસુએ પોતાની રીતે જવાબ આપ્યો. સાસુએ ન સંભળાવવાનું સંભળાવ્યું, છતાં ય હિંમત ન હારતાં, સુભદ્રાએ ફરી વાર કહ્યું: ‘આપ કહો તો આકાશને પૂછી જોઉં ? ‘ઓહ ! આકાશમાંથી તે વળી જવાબ આવાનો છે ? જુઓને સો ચુહે માર કે-બીલ્લી હજ કરનેકું ચલી ! અલી તારૂં કાળજી ઠેકાણે છે કે નહીં? ઘેલી થઈ છે, ઘેલી ! જા જા પૂછ આકાશને, તને જવાબ આપશે.' સાસુએ ઠાવકા મોઢે જણાવ્યું. સુભદ્રા મહાસતી હતી. એને પોતાનાં શિયળવ્રત ઉપર દૃઢ વિશ્વાસ હતો. તેણે ઘરની બહાર જઈ આકાશને પૂછ્યું : ‘કેમ દ્વાર ઉઘાડું ?' તરત આકાશમાંથી જવાબ આપ્યો : ‘જાવ, જાવ, દ્વાર ઉઘાડો અને સૌને આફતમાંથી બચાવો.’ કેવી અદ્ભુત વાત ! કેવી આશ્ચર્યકારક ઘટના ! આ પ્રકારની આકાશવાણી કર્ણગોચર કરી સૌ સુભદ્રાનાં આંગણે આવ્યાં. રાજા અને પ્રજાએ વિનંતિ કરીઃ બચાવો નગરીના પ્રાણ !' સાસુ તો મનમાં બબડવા લાગી: ‘રાંડ આખા ગામમાં ફજેત થવાની છે. ઠીક-થવા દો, જે થાય તેજ સારાને માટે. રાજા ને પ્રજા પાછળ ચાલી રહ્યા છે, સુભદ્રા આગળ ચાલે છે, સૌને કંઈક આશા બંધાણી કે જરૂર દરવાજા ઉઘાડશે. a s લજ્જા અને વિનય એ આદર્શ ગૃહિણીના ઉત્તમ આભૂષણ છે. ૮૭૫

Loading...

Page Navigation
1 ... 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214