________________
સતી સુભદ્રાની કથા
૮૭૪
પ્રભાવે શાસનદેવીનું આસન કંપી ઉઠ્યું. શાસનદેવીએ અવધિજ્ઞાનથી નિહાળ્યું કે એક પવિત્ર સતી ઉપર કલંક આવ્યું છે, તે મારે સત્વર દૂર કરવું જોએ. શાસનદેવી તે જ ક્ષણે સુભદ્રા સમક્ષ હાજર થઈ અને જણાવ્યું કે-સુભદ્રા ! પારણું કરી લે, કાલે જ તારૂં કલંક ઊતરી જશે.
દેવીના આગ્રહથી સુભદ્રાએ પારણું કર્યું.
આ તરફ ચંપાનગરીના ચારે દિશાના ચાર મોટા દરવાજાઓ અચાનક બંધ થઈ ગયા. નગરીમાં હાહાકાર મચ્યો. અવરજવર બંધ થઈ. વાહનવ્યવહાર બંધ થયો. હરતા ફરતા અને ચરતા જાનવરો ત્રાસી ઉઠ્યાં, પ્રજામાં બૂમરાણ મચી. સૌ ત્રાસી ઉક્યાં અને-તોબા પોકારવા લાગ્યા. પ્રજાએ રાજા પાસે પોકાર કર્યો, મહારાજ ! જુલમ જુલમ ! નગરીના ચારે દરવાજા બંધ થઈ ગયા છે ! જનાવરો ભૂખે મરે છે, જવું-આવવું ક્યાંથી ? કેમે ય ઉઘડતાં નથી.”
રાજા તો આ ફરીયાદ સાંભળતાં જ આભો બની ગયો, “શું થયું, શું કોઈ દુમન રાજા ચઢી આવ્યો! જુઓ, જુઓ, મંત્રીરાજ ! તપાસ કરો. મોટા મોટા સુભટોને લોખંડના ધણ દ્વારા દરવાજા તોડવાનો હુકમ અપાયો. એક-બે નહિ, સંખ્યાબંધ સુભટો દરવાજા તોડવા કટિબદ્ધ થયા, પણ કોની મગદૂર છે કે દરવાજો તોડી શકે ? મૂછે હાથ ફેરવનારા સુભટો ઢીલાઢસ બની ગયા. સૌનું પાણી ઉતરી ગયું. વાત ગઈ મહારાજા પાસે; “મહારાજ ! દરવાજે કેમે ય તૂટતો નથી.” રાજા-પ્રજા સૌ વગર આમંત્રણ દરવાજા પાસે આવીને ઉભા. હજારો નરનારીઓ કીડીયારાની જેમ ઉભરાણા. સૌનાં મુખ નિસ્તેજ બની ગયાં. આ વળી શી આફત ? ઓહ જરૂર કોઈ દૈવીકોપ હશે, નહિતર આમ ન બને. સૌ ચિતા-ગ્રસ્ત બન્યા અને દુઃખસારગમાં ડૂબી ગયા. કોઈને કંઈ જ ઉપાય ન સૂક્યો. તેવામાં આકાશવાણી થઈ કે “સાંભળો! સાંભળો ! આવેલાં દુ:ખને દૂર કરવાનો માત્ર એક જ ઉપાય છે અને તે એ કે-મન, વચન અને કાયાથી શિયળવ્રત પાળનારી સ્ત્રી જે કાચા સુતરના તાંતણે ચાળણી બાંધી-કૂવામાંથી પાણી કાઢીને દરવાજાને છાંટશે તો દરવાજો ઉઘડશે.'
આ પ્રકારની આકાશવાણી સાંભળી લોકોને આશા બંધાણી કે હવે આપણું દુઃખ દૂર થશે. કારણ કે, આવી સ્ત્રીઓ તો જરૂર આ નગરમાં અનેક મળી રહેશે. સમસ્ત નગરમાં ધમાલ મચી ગઈ. રાજાની રાણીઓ પોતાનું સતીત્વ
લોભ” સર્વ પાપનું મુળ છે, તો “વિનય’ સર્વ “ગુણોનું મુળ છે.