Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1184
________________ ૮૬૮ OTP રત્નત્રયી ઉપાસના એકદા અષાઢાભૂતિ રાજદરબારમાં નાટક ભજવવા માટે સીધાવ્યા છે. પણ રાજાને અચાનક કામ આવી પડવાથી નાટક બંધ રાખવામાં આવ્યું, એટલે અષાઢાભૂતિ ત્યાંથી પાછા ફર્યા. ઘરમાં પગ મૂક્યો અને સ્ત્રીઓની નિર્લજ્જ દશા નિહાળી એમનું હૈયું હચમચી ઊઠ્યું. મુખ પર માખીઓ બણબણ કરી રહી હતી. દુર્ગધ-દુર્ગંધ પ્રસરી રહી હતી. આમ તો અષાઢાભૂતિ મહાવૈરાગી હતા. તેમનો અંતરાત્મા જાગૃત હતો. અને વળી આ દશ્ય તેમને વધુ જાગૃત કર્યા. એક વખત રાજસભામાં રાષ્ટ્રપાળ યાને ભરતેશ્વરનું ભવ્ય નાટક ૫૦ રાજકુમારો સાથે અષાઢાભૂતિ ભજવી રહ્યા છે. ભરત મહારાજાનો એક એક પ્રસંગ હૂબહૂ રજૂ થઈ રહ્યા છે. પ્રેક્ષકો આનંદમગ્ન બની તાલીઓથી વધાવી રહ્યા છે. છેલ્લે આરિલાભુવનમાં પ૦૦ રાજપુત્રો સાથે અષાઢાભૂતિ આંગળીમાંથી મુદ્રિકા સરી પડતાં ભરત મહારાજાએ જેમ અનિત્ય ભાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવ્યું, તેવી રીતે અષાઢાભૂતિ પણ આબેહુબ એજ પ્રસંગને રજા કરે છે. અનિત્ય ભાવનામાં ચઢે છે અને પાંચસો રાજપુત્રોની સાથે અષાઢાભૂતિ પણ કેવળજ્ઞાન મેળવે છે. દેવોએ અર્પણ કરેલ સાધુવેશને ગ્રહણ કરી ધર્મલાભ આપી ત્યાંથી વિદાય લે છે અને અવનિતલ પર અગાધ ઉપકાર કરી મુક્તિ સૌધમાં સીંધાવી જાય છે. - આ કથા “ભાવે ભાવના ભાવીએ ને ભાવે કેવળ થાય ત્યારે ભાવ ધર્મની મહત્તા દર્શાવી આપણને ભાવનાનો અપૂર્વ પાઠ શીખવી જાય છે. -: શંકા - સમાઘાન :* આરતી અને મંગલદીવો કેવી રીતે ઉતારવાના ? ( આરતી તથા દીવો ડાબી બાજુથી ઊંચે લઈ જઈ જમણી બાજુ ઉતારવા નાભિની નીચે તથા મસ્તકથી ઉપર ન જવો જોઈએ. આશાતના થાય. ફાગાગસુદ ૧૩ ના દિવસે છ ગાઉની યાત્રા કેમ ? છે એ દિવસે શાંબ અને પ્રદ્યુમ્ન ૮ કરોડ મુનિ સાથે ભાંડવાજીના પહાડ ઊપર મોક્ષે પધાર્યા માટે. કોઈનો પણ ધિક્કાર કે તિરસ્કાર કરશો નહીં, કારણ જેવું કરશો તેવું પામશો.

Loading...

Page Navigation
1 ... 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214