Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1183
________________ શ્રી અષાઢાભૂતિની કથા * શ્રી અષાઢાભૂતિની કથા * રાજગ્રહી નગરીમાં જ્યારે સિંહરથ રાજાનું શાસન ચાલતું હતું ત્યારનો આ પ્રસંગ છે. એકદા મહાજ્ઞાની સૂરિપુંગવ શ્રી ધર્મરૂચિ મહારાજના પુનીત પગલાથી આ નગરી પાવન બની. મધ્યાહ્ન સમયે મહા બુદ્ધિનિધાન અને લબ્ધિનિધાન એવા શ્રી અષાઢાભૂતિ મુનિવર ગોચરી લેવા પધાર્યા. શેરી શેરી ઘૂમતા એક નટકારના આંગણે ધર્મલાભ આપી તેમણે પ્રવેશ કર્યો. નટકારે ખૂબ ભાવભક્તિથી સુગંધથી મઘમઘતા સુંદર મોદક વહોરાવ્યા. મોદકની અનેરી સુગંધે મુનિશ્રીના મનને જીતી લીધું. તેમને થયું કે આ મોદક તો ગુરુદેવ વાપરશે. મને તો નહિ જ મળે, માટે તેઓ પુનઃ નટકારને ત્યાં મોદક લેવા પધાર્યા. અષાઢાભૂમિ મુનિવર રૂપ પરાવર્તન કરવાની અનેરી શક્તિ ધરાવતા હતા. તેમણે આ શક્તિનો ઉપયોગ કર્યો અને ફરીવાર મોદક લઈ આવ્યા. એમ ત્રણ ચાર વાર વિવિધરૂપો વિકુર્વી મુનિશ્રી નટકારને ત્યાં મોદક વહોરવા પધારતા, નટકાર કળી ગયો કે આ મહાત્મા કોઈ અનોખી શક્તિ ધરાવે છે. જો આવી વ્યક્તિ મારે ત્યાં હોય તો ખરે જ મારૂં આંગણું ધન-વૈભવથી છલોછલ ઉભરાઈ જાય. નટકારે મુનિશ્રીને પ્રાર્થના કરી કે ગુરુદેવ ! રોજ અત્રે પધારજો. નટકારે પોતાની જય સુંદરી અને ભુવનસુંદરીને જણાવી દીધું કે યેન-કેન મુનિનું મન હરી અને તમે તેમને પોતાના બનાવો. અને ખરેખર તેમણે મુનિવરના હૃદયમાં પોતાનું સ્થાન જમાવી લીધું. ८५७ અષાઢાભૂતિ મુનિ ઉપાશ્રયે પાછા ફર્યાં અને ગુરુદેવને કહ્યું ગુરુદેવ ! આ આપનો ઓધો અને મુહપત્તિ સંભાળો. હું તો નટપુત્રીઓમાં આસક્ત થયો છું. ગુરુદેવે ઘણું સમજાવ્યા છતાં મુનિશ્રી ન સમજ્યા અને સાધુ મટી સંસારી બન્યા, અને નટકારની બન્ને પુત્રીઓ સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને આનંદ વિનોદમાં દિવસો વ્યતીત કરવા લાગ્યા. અષાઢાભૂતિમાં રૂપ પરાવર્તન કરવાની વિશિષ્ઠ શક્તિ હોવાના કારણે ચારેકોર તેમના યશોગાન થવા લાગ્યા. નટકારે પોતાની પુત્રીઓને શિખામણ આપી કે ભૂલે ચૂકે તમે માંસ મદિરાનું પાન કરતા નહિ. નહિતર આ મહાપુરૂષ હાથમાંથી છટકી જશે. 1 - CN પ્રેમ અને પ્રમાણિકતા પૈસા વડે કદી ખરીદી શકાતા નથી.

Loading...

Page Navigation
1 ... 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214