________________
શ્રી નંદિષણ મુનિની કથા
૮૬૫
* શ્રી નંદિષણ મુનિની કથા *
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે આ પૃથ્વીતલને પાવન કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યારે તેમની અમીસમી મીઠી વાણી શ્રવણ કરવા નગરની જનતા ટોળે વળી ઉમટી હતી. મગધાધિપતિ રાજા શ્રેણિક પણ પોતાના વિશાળ પરિવાર સાથે આવ્યા હતાં, પ્રભુની એક એક દેશનામાં કૈક આત્માઓ ભવ સાગર તરી જતાં હતાં. રાજપુત્ર નંદિષેણ પણ પ્રભુની મધુરી વાણી સાંભળી વૈરાગી બન્યો અને દીક્ષા લેવા તૈયાર થયો. શાસન દેવીએ ના પાડી કે દીક્ષા ના લેશો કારણ કે તમારું ભોગાવલી કર્મ હજી બાકી છે. પણ રણે ચઢ્યો લડવૈયો જેમ પાછો ન ફરે તેમ વૈરાગી બનેલા નંદિષેણે પણ આ વાત ધ્યાનમાં લીધી નહિ અને ખુદ ભગવાન મહાવીરના વરદહસ્તે દીક્ષા અંગીકાર કરી એમના શિષ્ય બન્યા, દીક્ષા લીધા પછી તેમણે ઉગ્ર તપશ્ચર્યા આદરી એટલું જ નહિ પણ કાયાની માયાને તિલાંજલી આપવા એમણે પહાડ જેવા નિર્જન પ્રદેશમાં વિહરવા માંડ્યું. તેઓ આત્મ સાધનામાં ન બન્યા, આમ છતાં એમનું મન કાબૂમાં નહોતું આવતું. છેલ્લે તેમણે આપઘાત કરવાનો વિચાર કર્યો, પણ પાછો વિચાર ર્યો, અને તેઓ એકદા છઠના પારણે નગરીમાં વહોરવા પધાર્યા, એક ઉચો પ્રાસાદ નિહાળી તેમણે ધર્મલાભ આપી ત્યાં પ્રવેશ કર્યો, પણ સામો અવાજ અથડાયો કે અહીં તો અર્થ લાભની જરૂર છે, ધર્મલાભની જરૂર નથી. મુનિ પણ મહા સમર્થ હતાં, લબ્ધિ ધારી હતાં અને તેમણે પોતાની શક્તિનો પરચો આપ્યો, તરણાના ટૂકડા કર્યા અને સાડા બાર ક્રોડ સોનૈયાનો વરસાદ થયો. આ પ્રાસાદ હતો એક નિપુણ વેશ્યાનો, વેશ્યા તો આ જોતાં જ દિંગ બની ગઈ, મુનિશ્રી તો ધર્મ લાભ આપી ચાલવા માંડ્યા, ત્યાં તો વેશ્યા ઉબરામાં આડી ઉભી રહી અને બે કરજોડી વિનવવા લાગી કે મહારાજ ! આ ધન મારે કામ નહિ આવે. ગાડા-ઊંટ ભરી, થેલા ભરી આપ લઈ જાવો, કાં આપ અહીં રહી જાઓ.
વેશ્યા પછી પૂછવું જ શું? એને તો હાવ ભાવ અને ચાળા ચસ્કા દ્વારા મુનિનું મન આકર્ષી લીધું. અને મુનિ નંદિષણ ઓઘો અને મુહપત્તિ ખીંટીએ લટકાવી વેશ્યાના આવાસમાં વસવા લાગ્યા. ભોગાવલી કર્મ ઉદયમાં આવ્યું. ભોગ ભોગવવા છતાં, જળમાં કમળ જેમ નિર્લેપ રહે એમ અંતરથી તેઓ વાર હતા. એમની એ પ્રતિજ્ઞા હતી કે રોજ દસ જણને પ્રતિબોધ કરી પછી જ ભોજન
ચિંતાગ્રસ્ત’ માનવી કોઈ જ ઉત્તમ કાર્ય કરી શકતો નથી.