________________
ઈલાચીકુમારની કથા
રહ્યા છીએ ! અરે આ ઈંદ્રજાળ નથી ! ત્યારે શું ઈલાચીકુમાર પરમાત્મા બન્યા? લોકો તો ભારે આશ્ચર્ય પામ્યા, જય-જયના ગુંજારવોથી ગગન ગુંજી ઉઠ્યું. માટે જ કહ્યું છે કે ‘જીવનમાં અજબ ઘડી એક આવે.' મહારાણી બધું નિહાળી રહ્યાં હતાં. મહારાણીને મહારાજા ઉપર ભારે તિરસ્કાર છૂટ્યો: ‘અંતે ઉરમાં આટઆટલી રૂપાળી રાણીઓ હોવા છતાં મહારાજા આ નટડીમાં મુગ્ધ બન્યા છે. ધિક્કાર છે ! ફીટકાર છે ! આ સંસાર ખરે જ અસાર છે. નાહક આવા અમૂલ્ય માનવદેહને આત્મા વિષય-વિકારમાં વેડફી રહ્યો છે. રાણી ભાવના ભાવે છે કે ક્યારે હું આ સંસારનો ત્યાગ કરી પવિત્ર ચારિત્ર અંગીકાર કરીશ? રાણીને સંસાર ઝેર જેવો લાગ્યો. પવિત્ર ભાવનામાં ચઢતા તે જ ક્ષણે રાણીના કર્મપડલ છૂટી ગયા તે કેવલજ્ઞાન અને કેવલદર્શનને વર્યા.
આ દશ્યો જોતાં જ મહારાજાનું હૃદય પલાટાયું. ‘ખરે ! જ હું અધમ છું, પાપી છું, મારી કેવી બૂરી ભાવના ! આ નટને મારી નાંખવા સુધીની ભાવના. ‘નટ પડે, નટડી મળે અને મારા મનોરથ ફ્ળ', એ જ હું ઈચ્છતો હતો, આટઆટલી રાણીઓ અંતેઉરમાં હોવા છતાં એક નીચ નટડીમાં હું મુગ્ધ બન્યો! ધિક્કાર છે મને! મારા શા હાલ થશે ? હું પણ આ સંયમમાર્ગે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધું. મહારાજા મહીપાળ પણ ભાવનારસમાં ચઢ્યા. ભાવના સાચી હતી. સંસાર અસાર લાગ્યો: ચારિત્ર સાર લાગ્યું. પોતાને ધિક્કારતા મહારાજાએ કર્મમળને પવિત્ર ભાવના-જળથી ખાળી નાંખ્યાં. મહારાજા નિર્મળ બન્યા. ઘાતિકર્મની બેડી તૂટી અને મહારાજા તે જ ક્ષણે કેવળજ્ઞાન પામ્યા. કેવી ગજબ ઘટના !
જનતા તો વાતોના રસમાં ચઢી. આ અજબ ગજબ આશ્ચર્ય સૌ કોઈ નિહાળી રહ્યાં હતાં. કોઈ કંઈ, કોઈ કંઈ એમ પરસ્પર સૌનાં મુખથી અવનવી વાતો વ્હેતી થઈ રહી હતી.
-
૮૬૩
હવે રહી નટડી, નટડીએ પણ વિચાર્યું: ‘સાચે જ મારા રૂપનો વાંક છે. હું આવી રૂપાળી છું. માટે જ આ મહારાજા અને આ ઈલાચી મારા રૂપમાં મોહાણા. ધિક્કાર હો મારી જાતને ને મારા રૂપને ! મારા રૂપની ખાતર આ નટે ઘરબાર તજ્યાં અને લંગોટી વાળી જીવનું જોખમ ખેડ્યું. રાજાની ભાવના બગડી આ બધાનું કારણ હું પોતે જ છું. હું જ ન હોત તો આમ ન બનત. બસ, આ સંસાર કારમો ઝેર જેવો છે. હું પણ એ પવિત્ર ચારિત્રમાર્ગે સંચરી ક્યારે આત્મકલ્યાણ કરીશ ?' પોતાના રૂપ ઉપર તિરસ્કાર છૂટ્યો. એને સંસાર કારાગૃહ
જીભના ટેસ્ટ’ માટે જીંદગી ને ‘વેસ્ટ' કરનારાઓમાં આપણો તો નંબર નથી ને?