________________
ઈલાચીકુમારની કથા
૮૬૧
નટડી માટે ભિખ માંગે છે ! ખરેખર ! કર્મની ગતિ ન્યારી છે !
રાજાએ વિચાર્યું: “નટ તો જીવતો નીચે ઉતર્યો. મારી ઈચ્છા તો પૂરી થઈ નહિ.' નટ પડે અને નટડી હાથ આવે છે એની ઈચ્છા હતી. કામવાસના તેને સતાવી રહી હતી, તે એના રૂપમાં પાગલ બન્યો હતો, ભાન ભૂલ્યો હતો. તેણે કહ્યું: “અરે નટ ! મેં તો તારું નાટક જોયું જ નથી. હું તો અમુક વિચારમાં હતો.” એમ ન્હાનું કાઢી રાજાએ દાન આપ્યું નહિ ! લોકો કળી ગયા કે જરૂર રાજાની દાનત બગડી છે, દાળમાં કંઈક કાળું છે, નહિ તો આવા અદ્ભૂત ખેલ કરનારને દાન કેમ ન આપે ? નટ પણ સમજી ગયો. નટડી વિચારે છે – કસોટીનો સમય છે, નટ જે થાકી જશે તો બાજી બગડી જશે. તેણે ઈલાચીને ઉત્સાહ આપ્યો. આમ ત્રીજી ચોથી અને પાંચમી વાર ઈલાચી વાંસ ઉપર ચઢ્યો. રાજા મનમાં મલકાય છે. જરૂર નટ થાક્યો છે. આ વખતે તો પડી જ જશે અને નટડી મારા હાથમાં આવશે.
રાજમહેલની સામે જ એક શેઠની મોટી હવેલી છે, વૈભવની તો જાણે છોળો ઉછળી રહી છે. શેઠાણી ઘરમાં એકલા હતા. નવયૌવના શેઠાણીનાં શા વખાણ કરવા? જાણે સ્વર્ગની દેવી જ જોઈ લ્યો. રંગબેરંગી ઝીણાં-ઝીણાં રેશમી વસ્ત્રોમાં સજ્જ શેઠાણીએ દૂરથી એક મુનિવરને જોયા. મુનિશ્રી ઘર ઘર ગોચરી ફરી રહ્યા હતા. તેમને શેઠાણીએ વહોરવા માટે આમંત્રણ આપ્યું “પધારો ! ગુરુદેવ પધારો ! અમારું આંગણું પાવન કરો, લાભ આપો.' | મુનિશ્રીનું લલાટ ચમકી રહ્યું હતું. ચહેરો તેજ મારી રહ્યો હતો. વય યુવાન હતી. મુનિશ્રી શેઠાણીની વિનંતીને માન આપી લાભ આપવા માટે પધાર્યા. શેઠાણીએ વંદના કરી સુખશાતા પૂછી હાથમાં મોદકને થાળ લીધો. શેઠાણી મુનિશ્રીને વિનવવા લાગ્યા. ‘ગુરુદેવ ! લાભ આપો !'
વાંસ ઉપરથી નાચતા-નાચતા ઈલાચીકુમારની દષ્ટિ સામેની હવેલી ઉપર પડી. તેણે દૂરથી ત્યાગી સાધુને નિહાળ્યા. શેઠાણી મોદકનો થાળ લઈ વળી વળી, લળી લળી પ્રાર્થના કરી રહ્યાં હતાં. આ દશ્ય ઈલાચીકુમારે નિહાળ્યું અને એને ઘણો અચંબો થયો, અરે ! આ સાધુની વય યુવાન છે, ચહેરો તેજસ્વી છે, શેઠાણી પણ જાવાન છે; રૂપાળી તેમજ વૈભવશાળી છે, સ્થાન એકાંત છે, આમ છતાં તે કેવા નિર્વિકાર, નીચી દષ્ટિ રાખીને ઊભેલા છે! ચહેરા પર કેટલી સૌમ્યતા છે ! શેઠાણી પણ કેવા ભાવમાં ચઢ્યા છે ! લાડવાનો થાળ લઈ ઊભેલા
મનગમતી વસ્તુ હાજર, છતાં ભોગવવાની ઈચ્છાને રોકવી તે ‘મહાતપ' છે.