Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1178
________________ ૮૬૨ રત્નત્રયી ઉપાસના શેઠાણી લ્યો, લ્યો કહી રહ્યા છે. છતાં મુનિશ્રી ના, ના કહી રહ્યા છે. નહિ જોઈએ ! નહિ જોઈએ ! ભારે આશ્ચર્ય ! ઈલાચીનાં જીવનપરિવર્તન માટે આ દશ્ય બસ હતું. ઈલાચી વિચારે છે કે: “મારામાં ને આ મુનિશ્રીમાં આસમાનપાતાળ જેટલું અંતર છે, હું માંગ-માંગ કરું છું, તો ય રાજા દાન આપતો નથી અને મુનિવરને લ્યો, લ્યો કહેવા છતાં લેતાં નથી. અ...હા...હા કેટલી નિર્વિકાર દશા ! કેવી નિલભતા ! કેવો ગજબ ત્યાગ ! માટે જ કહ્યું છે ને ‘વણમાંગ્યા મોતી મળે, માંગી મળે ન ભીખ.” ખરે જ મને શતશઃ સહસ્રશઃ ધિક્કાર હો ! સાચે જ આ મુનિરાજ કોટિ-કોટિવાર ધન્યવાદને પાત્ર છે, કયાં હું અને કયાં આ ત્યાગી અણગાર ! મારામાં ને એમનામાં સરસવ ને મેરૂ જેટલું અંતર છે ! હું કેવો અધમ છું ! હું કેવો નિર્લજ્જ છું! એક નટડીની ખાતર ઘરબાર તજ્યા, માતા-પિતાને દુઃખી કર્યા, કુળની લાજ-શરમ છોડી, અને જ્યાં ત્યાં ભમી રહ્યો છું. આમ છતાંય મારી ઈચ્છા પૂરી થઈ નહિ. રાજા દાન આપતો નથી અને દાન લીધા વગર નટ, નટડી પરણાવવાનો નથી. કદાચ આ નિરાધાર વાંસ ઉપર નાચતા-નાચતા જ જરાક ગબડ્યો-ચૂક્યો તો મારી શી દશા ! હાડકાના ચૂરેચૂરા! નટડી એને ઠેકાણે રહી જાય અને પરલોકમાં આત્માની દુર્ગતિ થાય એ જુદી. વારંવાર એ ત્યાગી મુનિની પ્રશંસા કરે છે. પોતાને ધિક્કારે છે, પશ્ચાત્તાપ કરે છે, અનિત્ય ભાવનામાં ચઢે છે, તન્મય બની જાય છે. અને ક્યારે હું આ પવિત્ર ચારિત્રમાર્ગ અંગીકાર કરી મારા આત્માનું કલ્યાણ કરીશ ? એવી ભાવધારાની અભિવૃદ્ધિ થઈ રહી છે, નગરજનો નટનું નાટક નિહાળી આફીન થઈ ગયા છે, રાજા સમજે છે “હમણાં પડશે.” નટડી સમજે છે : “બસ હવે વાર નથી. મારા પ્રાણપ્રિય ભરથારની આશા ફળીભૂત થશે.” . તેટલામાં તો બનાવ કંઈક ઓર બન્યો. વાતાવરણે જબ્બર પલટો આણ્યો. વાંસ ઉપર નાચતા નાચતા અનિત્ય ભાવના ભાવતા નટ ઈલાચીકુમાર ચાર ઘાતી કર્મનો ચૂરો કરી તëણ વાંસ ઉપર જ કેવળજ્ઞાન પામ્યા. વાંસ વાંસ મટી સુવર્ણમય સિંહાસન બની ગયો છે અને તે સિંહાસન ઉપર કેવળી ભગવાન ઈલાચીકુમાર બેઠા છે. દેવો કેવળજ્ઞાનનો મહિમા કરવા આવ્યા. “આ શું? આ શું?’ લોકો તો છક થઈ ગયા. શું આ તે ઈંદ્રજાળ ! શું જાદુ ! ખરે જ આપણે શું જોઈ ભૂલ’ માફ થઈ શકે, પણ “ભૂલ” નો બચાવ તો કદાપિ નહિ !

Loading...

Page Navigation
1 ... 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214