________________
૮૬૨
રત્નત્રયી ઉપાસના
શેઠાણી લ્યો, લ્યો કહી રહ્યા છે. છતાં મુનિશ્રી ના, ના કહી રહ્યા છે. નહિ જોઈએ ! નહિ જોઈએ ! ભારે આશ્ચર્ય ! ઈલાચીનાં જીવનપરિવર્તન માટે આ દશ્ય બસ હતું. ઈલાચી વિચારે છે કે: “મારામાં ને આ મુનિશ્રીમાં આસમાનપાતાળ જેટલું અંતર છે, હું માંગ-માંગ કરું છું, તો ય રાજા દાન આપતો નથી અને મુનિવરને લ્યો, લ્યો કહેવા છતાં લેતાં નથી. અ...હા...હા કેટલી નિર્વિકાર દશા ! કેવી નિલભતા ! કેવો ગજબ ત્યાગ ! માટે જ કહ્યું છે ને ‘વણમાંગ્યા મોતી મળે, માંગી મળે ન ભીખ.”
ખરે જ મને શતશઃ સહસ્રશઃ ધિક્કાર હો ! સાચે જ આ મુનિરાજ કોટિ-કોટિવાર ધન્યવાદને પાત્ર છે, કયાં હું અને કયાં આ ત્યાગી અણગાર ! મારામાં ને એમનામાં સરસવ ને મેરૂ જેટલું અંતર છે ! હું કેવો અધમ છું ! હું કેવો નિર્લજ્જ છું! એક નટડીની ખાતર ઘરબાર તજ્યા, માતા-પિતાને દુઃખી કર્યા, કુળની લાજ-શરમ છોડી, અને જ્યાં ત્યાં ભમી રહ્યો છું. આમ છતાંય મારી ઈચ્છા પૂરી થઈ નહિ. રાજા દાન આપતો નથી અને દાન લીધા વગર નટ, નટડી પરણાવવાનો નથી. કદાચ આ નિરાધાર વાંસ ઉપર નાચતા-નાચતા જ જરાક ગબડ્યો-ચૂક્યો તો મારી શી દશા ! હાડકાના ચૂરેચૂરા! નટડી એને ઠેકાણે રહી જાય અને પરલોકમાં આત્માની દુર્ગતિ થાય એ જુદી. વારંવાર એ ત્યાગી મુનિની પ્રશંસા કરે છે. પોતાને ધિક્કારે છે, પશ્ચાત્તાપ કરે છે, અનિત્ય ભાવનામાં ચઢે છે, તન્મય બની જાય છે. અને ક્યારે હું આ પવિત્ર ચારિત્રમાર્ગ અંગીકાર કરી મારા આત્માનું કલ્યાણ કરીશ ? એવી ભાવધારાની અભિવૃદ્ધિ થઈ રહી છે, નગરજનો નટનું નાટક નિહાળી આફીન થઈ ગયા છે, રાજા સમજે છે “હમણાં પડશે.” નટડી સમજે છે : “બસ હવે વાર નથી. મારા પ્રાણપ્રિય ભરથારની આશા ફળીભૂત થશે.” .
તેટલામાં તો બનાવ કંઈક ઓર બન્યો. વાતાવરણે જબ્બર પલટો આણ્યો. વાંસ ઉપર નાચતા નાચતા અનિત્ય ભાવના ભાવતા નટ ઈલાચીકુમાર ચાર ઘાતી કર્મનો ચૂરો કરી તëણ વાંસ ઉપર જ કેવળજ્ઞાન પામ્યા. વાંસ વાંસ મટી સુવર્ણમય સિંહાસન બની ગયો છે અને તે સિંહાસન ઉપર કેવળી ભગવાન ઈલાચીકુમાર બેઠા છે.
દેવો કેવળજ્ઞાનનો મહિમા કરવા આવ્યા. “આ શું? આ શું?’ લોકો તો છક થઈ ગયા. શું આ તે ઈંદ્રજાળ ! શું જાદુ ! ખરે જ આપણે શું જોઈ
ભૂલ’ માફ થઈ શકે, પણ “ભૂલ” નો બચાવ તો કદાપિ નહિ !