________________
૮૬૪
રત્નત્રયી ઉપાસન
લાગ્યો. સંસારની અસારતા વિચારતા અને અનિત્ય ભાવનામાં લીન બનતાં બનતાં તે જ પળે નટડીને પણ કેવળજ્ઞાન થયું.
કેવળજ્ઞાની ઈલાચીકુમારે અમોઘ દેશના આપી, પોતાનો પૂર્વભવ જણાવ્યો. નટડી સાથેનો પૂર્વનો સંબંધ અત્યારના અનુરાગનું કારણ હતો. માનવી એક નકલી નાટક નિહાળવા ખાતર પૈસા ખરચીને ઉજાગરા વેઠીને દોડાદોડ કરે છે, પણ જન્મ-જન્મમાં આત્મા પોતેજ નાટક ભજવી રહ્યો છે, એ પોતાના નાટકને કેમ નિહાળતો નથી? વગેરે, વગેરે દેશના રૂપ અમૃતનાં ઝરણાં વહાવી શ્રોતાજનોનાં હૃદય ભીંજવી નાખ્યાં. કૈક આત્માઓ તરી ગયા.
ભાવધર્મની પ્રધાનતા ઉપર શાસ્ત્રકારોએ આ દષ્ટાંત આપ્યું છે. આમ ઉચ્ચ આલંબન એક ક્ષણમાં જીવનમાં કેવું અનોખું પરિવર્તન આણે છે? ચાર ચાર ઉત્તમ આત્માઓ કેવળજ્ઞાન પામી ઠેઠ મુક્તિપુરીમાં સીધાવી જાય છે. આપણને સત્સંગ, સારા આલંબન, ઉચ્ચ આદશ, શિષ્ટ સાહિત્ય, દેવ-ગુરુ અને ધર્મની ઉપાસના-આ બધી વસ્તુની જીવનમાં ડગલે ને પગલે જરૂર છે. ક્ષણિક પ્રલોભનોમાં ફસાઈ આત્મા જીવનની બરબાદી કરે તે પહેલાં જાગવાની જરૂર છે.
મિાધo
– જ્ઞાનગોષ્ઠી – ભાવના એટલે શું? તે કેટલી ? આત્માને શુભ ભાવમાં રાખે તે ભાવના.
ભાવના ૪ પ્રકારની – મૈત્રીભાવના - સર્વે જીવોની સાથે મિત્રતા રાખવી. પ્રમોદભાવના - ગુણી જનોના ગુણ દેખીને હર્ષ પામવો. કારૂગ્ય ભાવના - દુઃખી જીવો, ધર્મહીન, જીવો ઉપર દયા
રાખવી
મધ્યસ્થ ભાવના - અજ્ઞાની અથવા મૂઢપ્રાણીઓ પર મધ્યસ્થ ભાવ રાખવો.
જેની તૃષ્ણા મટતી નથી, તે વ્યક્તિ અત્યંત દરિદ્ર (ગરીબ) છે.