________________
૮૬૦
રત્નત્રયી ઉપાસના
પગમાં ઘુઘરા બાંધ્યા, નાટક શરૂ થયું. હજારો લોક જમા થઈ ગયા. ઘડીક તલવારની ધાર ઉપર, ઘડીક ઊંધે મસ્તકે, અને ઘડીક ખીલા ઉપર ડુંટી ટેકવીને ઈલાચી નાચે છે, નટની અદ્ભૂત કળા નિહાળતાં લોકો મુખમાં,આંગળાં નાંખવાં મંડ્યા. અરે શું ગજબ કળા ! આ તે કંઈ જાદુ છે કે મેસ્મેરીઝમ ! આ તો ભારે કળાબાજ છે ! અરે ! જુઓ, જુઓ, પેલી નટડી કેવી સુંદર નાચી રહી છે ! આવી તો રાજાની રાણી ય નહી હોય. અપ્સરાને પણ શરમાવે તેવું એનું. રૂપ છે. આમ સૌ વાતો કરતા હતાં, જય-જયના પોકારો કરતા હતાં, અને ઉત્સાહમાં આવીને તાળીઓ પીટતા હતાં. આ રમત-આ ખેલ કંઈ નાનોસૂનો ન હતો. એક જ વાંસ ઉપર, અદ્ભુર, માત્ર એના ખીલાના આધારે નાચવું, એ તો જાન સાથેની રમત હતી. આવી અદ્ભૂત કળા ને નાટક ભજવી ઈલાચી વાંસથી નીચે ઉતર્યો. તેમાં પણ આશ્ચર્ય ઉપજાવે તેવું એ હતું કે બન્ને પગમાં પાવડીઓ પહેરી હતી. એક હાથમાં ઢાલ અને બીજા હાથે તલવાર ગ્રહી હતી. આમ બીલકુલ નિરાધાર ચઢવું અને ઉતરવું, એ તો ખરેખર લોકોને આશ્ચર્ય પમાડે તેવું હતું. જરાક ચૂકે, તો હાડકા ખોખરાં.
‘ઈલાચી નીચે ઉતર્યો. રાજા સિંહાસન પર બેઠો હતો ત્યાં જઈ તેણે ઈનામ લેવા હાથ ધર્યો. લોકો તો તેને ઘરેણાં-ગાંઠા, રૂપિયા, પૈસા આપવા અધીરા અને તલપાપડ થઈ ગયા હતા, પણ જ્યાં સુધી મહારાજા દાન ન આપે, ત્યાં સુધી કોઈથી ય પહેલ ન થાય, આ એક મર્યાદા છે. રાજા નટડીનું રૂપ જોઈને મોહિત થયો હતો અને તે કોઈ પણ પ્રકારે પોતાના હાથમાં આવે એવું વિચારી રહ્યો હતો, એટલે તેણે કહ્યું: ‘અરે નટરાજ ! મારૂં ધ્યાન તો રાજકાજમાં હતું. મેં તો નાટક જોયું જ નથી, ફરી ભજવી બતાવો.
નટરાજ ફરી વાર વાંસ ઉપર ચડ્યો અને નટડીએ ગાયન લલકાર્યું અને પ્રભુને પ્રાર્થના કરીઃ ‘પ્રભુ ! પૂરો એની આશ ! મારી ખાતર જેણે ઘરબાર ત્યજી, માતપિતાને ત્યજી, ધનમાલને ત્યજી, ઝીણાં વસ્ત્રો અને અવનવી રસવતીના સ્વાદને તરછોડી આ લંગોટી વાળી છે, મારે માટે જેણે પ્રાણ પાથર્યા છે, મારા માટે જેણે આટઆટલું કર્યું છે, પ્રભુ ! શું તેની આશા નહિ પૂરો !’ ઈલાચીકુમારે બીજીવારનો ખેલ પૂરો કર્યો અને નીચે ઉતરી મહારાજા પાસે જઈને પુનઃ હાથ ધર્યો.
એક વખતનો વૈભવ-વિલાસ ભોગવતો કુમાર આજે આ રીતે એક
મનને જ્યાં સાચી અને સાત્વિક શાંતિ મળે તેજ સાચો ઉપાય છે.