________________
૮૫૨
રત્નત્રયી ઉપાસના
મેતારાજે કહ્યું: 'મિત્ર ! તારી વાત સત્ય છે, પરંતુ ભર બજારે મારી આબરૂ લૂંટાઈ, હવે મારે કોને મો બતાવવું ? જો તું મારું કલંક ઉતારીશ તો હું બાર વર્ષ સંસારમાં રહીને ભોગ ભોગવીને અવશ્ય દીક્ષા લઈશ. માટે તું મારી આટલી ઈચ્છા પૂર્ણ કર ! આ પ્રમાણે મેતારજનાં દીન વચન શ્રવણ કરી દેવે તેના ઉપર પ્રસન્ન થઈ રત્નોના સમૂહને આપે તેવો એક બોકડો આપ્યો અને તે અદશ્ય થયો. હંમેશા દેવાધિષ્ઠિત બોકડો રત્ન આપે છે. એ રત્નોને થાળમાં ભરી મેતારજનો પિતા રાજા શ્રેણિકને ભેટ કરે છે અને પોતાના પુત્રને માટે કન્યાની માગણી કરે છે. રાજાને રત્નો ખૂબ ગમે છે, પરંતુ કન્યા આપવાની વાતથી મુખ મચકોડે છે, કારણ કે લોકનિંદા થવાનો ભય બહુ મોટો છે. આમ ઘણા દિવસ સુધી મેતારાજના પિતાએ રાજા શ્રેણિકને રત્નો ભેટ કર્યા. રાજાએ વિચાર્યું કે જરૂર આમાં કંઈ દૈવી સંકેત લાગે છે, યા તેને ત્યાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિ હોવી જોઈએ કે જેના પ્રભાવે આવા બહુમૂલ્ય રત્નો ચંડાળ ભેટ કરે છે. બોકડાની પરીક્ષા કરવા રાજાએ ચંડાળને હુકમ ક્યોં કે ‘બોકડાને રાજદરબારમાં હાજર કરો!' ચંડાળે બોકડાને રાજદરબારમાં હાજર ક્યોં. પણ બોકડાએ તો રત્નોને બદલે ત્યાં વિષ્ટા કરી. વાતાવરણ દુર્ગંધમય બનાવી દીધું. રાજાએ નિશ્ચય કર્યો કે જરૂર આ બોકડો દેવાધિષ્ઠિત છે, નહિતર આમ ન બને. રાજાએ બુદ્ધિચાતુર્યથી તેની પાસે માંગણી કરી કે વૈભારગિરિનો માર્ગ સ્વચ્છ નિષ્કટક કરી સુંદર સડક તૈયાર કરે અને આ નગરી ફરતો સુવર્ણનાં કાંગરાવાળો સુંદર કોટ તૈયાર કરી, અને દરિયાને ખેચી લાવી, સૌના દેખતાં તેમાં જો સ્નાન કરી પવિત્ર થાય તો જરૂર તેને રાજપુત્રી પરણાવવામાં આવશે. આમ થવાથી લોકનિંદાનો ભય દૂર થાય, એ જ રાજાનો આશય હતો. મેતારાજના પિતાએ દેવના પ્રભાવથી ત્રણે કાર્યો વિના વિલંબે પૂર્ણ કર્યા. લોકો ભારે આશ્ચર્ય પામ્યા. રાજાએ વચન મુજબ પોતાની પુત્રી આપી. પેલી આઠ કન્યાઓ ચાલી ગઈ હતી, તે પણ પાછી વરવા તૈયાર થઈ.
ભરતીમાં ભરતી અને ઓટમાં ઓખ' એ ન્યાય પ્રસિદ્ધ છે.
મેતારજ નવ-નવ યૌવના સાથે વિવાહિત થઈ રાજ મહેલમાં યથેચ્છ ભોગ ભોગવે છે. આમ ભોગવિલાસમાં બાર-બાર વર્ષનાં વહાણા વાયા છતાં તે ચારિત્ર લેવા તૈયાર થતો નથી, તેથી પૂર્વભવનો દેવમિત્ર પ્રતિબોધ કરવા ત્યાં હાજર થાય છે અને મેતારજને કહે છે કે “આમ મોહાધીન બની દેવદુર્લભ માનવભવ શા માટે નિરર્થક ગુમાવી રહ્યાં છે ?' આ સાંભળતાં જ તેને વૈરાગ્ય
જશe awab આકાશન રાજકોટ રાજાના
ઉચીત મુદ્રા હૃદયમાં શુભ ભાવો લાવવામાં સહાયક બને છે.