________________
મહર્ષિ મેતારજ મુનિની કથા
થાય છે અને તે જ ક્ષણે સઘળી ઋદ્ધિસિદ્ધિ છોડી રંગરાગને તિલાંજલી આપી, સંપૂર્ણ સાહ્યબીને-સર્પ જેમ કાંચળીને તજી દે તેમ તજી દઈ મેતારજ સાધુપણું અંગીકાર કરે છે. અણગાર બને છે અને શરીર પરનો મમત્વભાવ છોડી મહીના મહીનાના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા આદરે છે.
૮૫૩
જ
માત્ર
એકવાર માસક્ષમણનાં પારણે તેઓ ધર્મલાભ આપી એક સોનીનાં ઘરમાં પ્રવેશ કરે છે. આવા મહાન ત્યાગી તપસ્વી મુનિને નિહાળી સોનીનું હૈયું હર્ષના હિલોળે ચઢે છે, તેનાં રોમાંચ ખડા થઈ જાય છે અને પધારો, પધારો કહી, શુદ્ધ મોદક તૈયાર હતા તે અનેરા ભાવથી મુનિને વહેરાવે છે. મુનિ ધર્મલાભ આપી ત્યાંથી ચાલ્યા જાય છે, પરંતુ ત્યાં તો કંઈક ઓરજ ઘટના બની. જ્યારે મુનિ વહોરવા પધાર્યાં, ત્યારે સોની સોનાનાં જવલા ઘડી રહ્યો હતો. તે ભક્તિના આવેશમાં ત્યાં જ પડતાં મૂકી મુનિને વહોરાવવા માટે ઉઠ્યો હતો, પણ આવીને જોયું તો પેલાં સોનાનાં જવલાં જોવામાં આવ્યા નહિ. ત્યારે સોનીનાં હૃદયમાં ફાળ પડી કે આ શું ? જવલાં ક્યાં ગયાં ? અહીં બીજુ તો કોઈ આવ્યું નથી, પેલા મુનિ આવ્યા હતા, તેણે લાગ જોઈને ઉપાડી લીધા લાગે છે. ખરેખર એ મુનિ નથી પણ ધૂર્ત છે. એ ઢોંગીનું જ આ કામ છે, નહિતર જવલાં જાય ક્યાં ? તેણે મુનિની પાછળ પડી તેમને પકડી પાડ્યા અને ક્રોધના આવેશમાં અંગારા જેવા લાલચોળ બની ધમકી આપતાં જણાવ્યું કે ‘મહારાજ જવલા મૂકી દો ! મૂકો છો, કે નહિ ? સાધુના લીબાશમાં આવા કાળા કૃત્યો કરો છો તે શું શરમાવા જેવું નથી ?' આમ સોનીએ તુચ્છતાભર્યા વાક્યોનો વરસાદ વરસાવ્યો. જ્યારે માણસને સંદેહ કે શંકા ઉત્પન્ન થાય છે, ત્યારે માણસનું મગજ ગુમ થઈ જાય છે અને હું શું બોલું છું ? તેનું ભાન રહેતું નથી. મુનિ તો સમતા ભાવથી સાંભળતાં રહ્યા. જરાય રોષ કે દ્વેષનો લેશ પણ ન આણ્યો. એટલું જ નહિ પણ તેમણે પોતાનો બચાવ કરવા એક અક્ષર પણ ન ઉચ્ચાર્યો. એમ કરતાં એક જીવની હત્યા થાય તેમ હતું. મુનિ જાણતા હતા કે એનાં જવલાં એક પક્ષી ચણી ગયું છે. પણ એમ કહેવાથી સોની તેના પ્રાણ જ લઈ લે. માટે તેઓ મૌન રહ્યા અને સમભાવપૂર્વક બધું ય સહન કરતા રહ્યા. ક્રોધના આવેશમાં સોનીએ મુનિનાં મસ્તક ઉપર લીલી વાધરી વીંટાણી અને તેમને તડકામાં ઉભા રાખ્યા. મુનિ અડગપણે અપૂર્વ સમતાભાવમાં ત્યાં ઉભા રહ્યાં. સખત તાપ લાગવાથી વાધરી સુકાવા લાગી, ઘોર વેદના થવા લાગી, છતાં તેમને સોની પર જરાય રોષ થયો નહિ. તેઓ બીજાનો દોષ ન કાઢતાં પોતાના આત્માની નિંદા
દુઃખ વધ્યું નથી, પણ સહનશક્તિ ઘટી છે તેથી દુઃખ વધી ગયું લાગે છે.