________________
શ્રી અમરકુમારની કથા
૮૪૭.
અમરકુમારનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, મનુષ્યજન્મ મેળવી, ચારિત્ર અંગીકાર કરી, ઘાતિકને ખપાવી, કેવળજ્ઞાન અને કેવળદર્શન વરી, અંતે શાશ્વત ધામમાં બિરાજશે. તેમને આપણી ભૂરિ ભૂરિ વંદના હો !
ધનની ખાતર બાળકના, અરે ! એક ત્યાગી અણગારના પ્રાણ લઈ મલકાતી માતા ઘર ભણી દોડી જાય છે કે મને કોઈ જોઈ ન લે, પણ પાપ પીપળે ચઢીને પોકારે છે. દાબી દુબી આગ કદી છૂપતી નથી એ ન્યાયે રસ્તેથી પસાર થતાં ભૂખી ડાંસ વાઘણ મળે છે, ફાળ મારી ભદ્રાને પકડી પાડે છે અને ફાડી ખાય છે. આ રીતે તેનાં મનની મુરાદ મનમાં જ રહી જાય છે અને ઘોર પાપના પરિણામે એ છઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં બાવીશ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છે અને પ્રત્યેક ક્ષણ અતિ ભયંકર છે. સાંભળનાર પણ ધ્રુજી ઉઠ એવા ઘોર દુઃખના સ્થાનમાં અસંખ્ય વર્ષો સુધી એ આત્મા છેદાશે, ભેદાશે, યાવત્ અનંત દુઃખો ભોગવશે. માટે હસતાં હસતાં અનેક પ્રકારના પાપકર્મો કરતાં વિચાર કરો કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. એક મહાપુરુષે ઠીક જ કહ્યું છે કે –
“બંધ સમય ચિત ચેતીએ
ઉદયે શો સંતાપ ?" . નવકાર મંત્રનો અપૂર્વ મહિમા બતાવતી આ કથા અહીં પૂરી થાય છે અને આપણને ભવ્ય સંદેશો આપતી જાય છે કે જો જીવનને સફળ બનાવવું હોય તો સદા નવકાર મંત્રનું સ્મરણ કરો. આ જગતમાં તેના જેવો પ્રતાપી અન્ય કોઈ મંત્ર નથી, આ વિશ્વમાં તેના જેવું કોઈ સબળ સાધન નથી.
नवकार-इक्क अक्खर पावं फेडेइ सत्त अयराणं,
पन्नासं च पयेणं पणसय सागर समग्गेणं ॥ - સાત સાગરોપમ સુધી નરકમાં નારકીનો આત્મા જેટલા પાપ કમને ખપાવે, તેટલા પાપો નવકાર મંત્રનો એક અક્ષર જપવાથી ખપે છે અને એક પદના જાપથી પચાસ સાગરોપમ જેટલાં અને સંપૂર્ણ નવકાર મંત્રના જાપથી પાંચસો સાગરોપમ જેટલાં પાપ ખપે છે.
圖
હે માનવ ! તારા કરેલા કર્મો તારે જ ભોગવવાનાં છે.