________________
૮૪૮
રત્નત્રયી ઉપાસના
* મહર્ષિ મેતારક મુનિની કથા *
અઢી હજાર વર્ષ પૂર્વે રાજગૃહીનાં વૈભવની ગૌરવગાથા સમસ્ત ભારતવર્ષમાં ગવાતી હતી.
ધનાઢ્યો અને ધમોંટ્યોભી અલંકૃત આ નગરીમાં એક દંપતી સુખેથી કાળ નિર્ગમન કરતા હતા. કેટલોક કાળ વ્યતીત થતાં શેઠાણીએ એક પુત્રને જન્મ આપ્યો પરંતુ તે મરેલો હતો. આમ શેઠાણીનાં ઉદરે જેટલા બાળકો જન્મતાં તે બધાં જ મરેલાં જન્મતાં હતાં, આથી શેઠાણી હંમેશા ઉદાસીન રહેતાં હતાં.
એક વખત ત્યાં કામ કરવા આવનારી ચંડાળણીએ પૂછયું : શેઠાણી તમે તો દૂધ-ચોખાનાં ધણી છો, ગાડી વાડીના માલીક છો, છતાં આમ ઉદાસીન કેમ બેઠા છો ?' શેઠાણીએ કહ્યું હું બધી વાતે સુખી છું પણ એક વાતનું દુઃખ છે, તેથી દિલ નારાજ રહે છે.”
ચંડાળણીએ પૂછયું: “શેઠાણી ! એવું તે શું દુઃખ છે? જ વાંધો ન હોય તો જણાવો.”
શેઠાણીએ કહ્યું ખોળાનો ખુંદનાર વગર આ આલીશાન મકાન શ્મશાન જેવું સુનું લાગે છે, કોણ જાણે પૂર્વે કેવા કર્મો કર્યા હશે ! જરૂર પરભવે કોઈનાં બાળકને મારી નાંખ્યા હશે ! કોઈના દીકરાનો વિયોગ કરાવ્યો હશે ! યા પશુ પક્ષીનાં ઈંડાને ફોડી નાંખ્યા હશે ! નહિતર બધાં બાળક મરેલા કેમ જન્મ !
શેઠાણીની વાત સાંભળી ચંડાળણીને ઘણું દુઃખ થયું. તેણે કહ્યું શેઠાણી! એક રસ્તો છે, મારી વાત માનો તો. મારે ઘેર ઘણાં ય બાળકો છે, હવે મને સંતોષ છે, હવે જે બાળક જન્મશે તે હું તમને ગુપ્ત રીતે આપી દઈશ અને તમારો મરેલો બાળક હું લઈ જઈશ, જેથી તમારી ઈચ્છા કંઈક અંશે પૂર્ણ થશે.' ભવિતવ્યતાના યોગે થયું પણ એવું કે જ્યારે શેઠાણીને ગર્ભ રહ્યો ત્યારે ચંડાળણીને પણ ગર્ભ રહ્યો અને બન્નેએ પુત્રને એક સાથે જન્મ આપ્યો એટલે સંકેત પ્રમાણે તેની અદલાબદલી કરવામાં આવી. શેઠશેઠાણીએ ખુશી મનાવી વાચકોને દાન દીધા, બાળકોને મીઠાઈઓ વહેંચી, સગાં સ્નેહીઓને ઘેર બોલાવી ભાતભાતનાં જમણ જમાડ્યાં અને એ પુત્રનું નામ મેતાર્ય-મેતારજ પાડ્યું.
ભાગ્યનું કેવું અજબ પરિવર્તન ! ચંડાળને ત્યાં જન્મેલો એક બાળક આમ એક શ્રીમંતને ત્યાં સોનાનાં ઘુઘરે રમવા લાગ્યો.
“માન પામે તે નહીં પણ... માન પચાવે તે સાચા મહાત્મા છે.”