________________
૮૪૬
પર 90
રત્નત્રયી ઉપાસના
th-TEE
અમરકુમારના માતાપિતા બાળકને વેચીને ભારોભાર સુવર્ણ લઈ આવ્યા. તેમની ખુશીનો પાર નથી. ઉજાણી માટે સૌ સ્વજનો ભેગા થયા છે. આનંદકલ્લોલ કરી રહ્યા છે. ધન્ય ભાગ્ય અને ધન્ય ઘડી મનાવતા તેઓ થોડું સુવર્ણ સ્વજનોને બેંચી આપે છે અને ઘણું ખરું જમીનમાં દાટે છે.
એવામાં “મા! મા !' પોકારતો એક બાળક ત્યાં દોડી આવ્યો અને કહેવા લાગ્યો કે- મા! મા ! અમરો તો જીવતો છે, રાજા પ્રજા સૌ એનાં ચરણે આળોટે છે. અગ્નિ બુઝાઈ ગયો અને એ તો ચાલી નીકળ્યો; પણ માતાને ગળે એ વાત કેમ ઉતરે ? તેણે તપાસ કરી તપાસના અંતે બનેલી સર્વ હકીક્ત જાણી લીધી અને તેના હૈયામાં શૂળ ભોકાય તેમ અપાર વેદના થવા લાગી. “હાય ! પીટયાને અગ્નિમાં હોમવા મોકલ્યો, તો ય જીવતો રહ્યો. હવે આ બધું સોનું રાજા પાછું માંગશે તેનું શું?’
એને તો ધનની પડી હતી, બાળકની પડી ન હતી. હૃદયમાં દયા કે કરૂણાનો અંશ પણ ન હતો, એટલે પોતાનાં ધનને જ રડી રહી હતી. એમ કરતાં રાત્રિ પડી, બરાબર બાર વાગ્યાનો સમય થયો. સર્વત્ર ઘોર અંધકાર છવાઈ ગયો.. એવી કાળી રાત્રિએ અમરકુમારની માતા કાળું કૃત્ય કરવા તૈયાર થઈ. હાથમાં છરી લીધી, તેને ઘસીને બરાબર અણીદાર કરી અને મશાન ભણી પગલાં માંડ્યાં.
આમ તો સ્ત્રીઓ ધોયે દહાડે એક કાગડાના સ્વરથી ડરીને દૂર ભાગે છે અને આવી ભયંકર ઘોર અંધારી રાત્રિએ નિર્જન જંગલ ભણી ચાલી નીકળવું, એ કેવું સાહસ ! ખરેખર સ્ત્રીઓનાં ચરિત્રને મોટા મોટા માંધાતાઓ પણ કળી શક્યા નથી ! એ તો કમ્મર કસી નિડર થઈ. શ્મશાનમાં પહોંચી ગઈ કે જ્યાં અમરકુમાર ધ્યાનસ્થ ઊભા હતા. તેમને જોતાં જ તે હુંકાર કરવા લાગી: ‘રોયા અહીં ઢોંગ કરે છે ? ઠીક છે, તેનું પરિણામ તને હમણાં જ બતાવું ! એમ કહેતી કરીને ચુંબીને અમર મુનિના ગળા ઉપર ફેરવવા લાગી. પરંતુ તેઓ અપૂર્વ ધ્યાન સાગરમાં ઝૂલી રહ્યા છે ! તેમને શત્રુ-મિત્ર ઉપર સમભાવ છે, જીવન મરણની પરવા નથી ! એ ત્યાગી અણગાર સર્વ જીવોને ખમાવે છે અને પરમાત્માનાં ધ્યાનમાં મશગુલ બને છે. માતાએ ગરદન ઉપર છરી ફેરવી તેથી તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું પણ શુભ ધ્યાનનાં બળે તેઓ બારમાં દેવલોકમાં ઉત્પન્ન થયા કે જ્યાં બાવીશ સાગરોપમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છે, જ્યાંના વૈભવો અને સુખો અપાર છે. ત્યાંના દૈવી સુખોને અસંખ્ય વર્ષો સુધી ભોગવી
AGRAM
ધર્મમાં સંસારના કર્મ ન કરો, પણ સંસારના કર્મમાં અવશ્ય ધર્મ કરો.