________________
શ્રી અમરકુમારની કથા
વૃત્તિઓનો ભોગ બને છે, તેનાં વિવેક ચક્ષુઓ બીડાઈ જાય છે, એટલે તે ગમે તેટલું અધમ કૃત્ય કરતાં અચકાતો નથી. અમરકુમારે વિચાર્યું: ‘પિતાજીને પાસે જઈ વિનંતિ કરૂં ! તેઓ મને જરૂર બચાવશે' અને તેણે પિતાની પાસે જઈ પ્રાર્થના કરી: ‘પિતાજી ! આ આફતથી મને બચાવો !'
ત્યારે પિતાએ જણાવ્યું-બેટા ! ‘તું મને ઘણો વ્હાલો છે, શું હું તને વેચું ? પણ તારી મા તને વેચવા તૈયાર થઈ છે અને તે કોઈનું માને તેમ નથી એટલે શું કરૂં ?' પિતાનો આ જવાબ સાંભળી અમરકુમારનું હૈયું છેક જ ભાંગી ગયું અને વીજળીનો ગ્લોબ ઉપરથી નીચે પડતાં શતશઃ સહસ્ત્રશઃ ટુકડા થઈ જાય તેમ ટુકડે ટુકડા થઈ ગયું. હશે ! પિતાએ પોતે જ બીડું ઝડપ્યું છે અને ઉપરથી કહે છે કે હું તને વેચું ? તું તો મને પ્રાણથી પ્યારો છે. કેવી ઠગારી દુનિયા ! કેવા સ્વાર્થી લોકો !
ઋષભદત્ત અને ભદ્રા પોતાનો બાળક વેચવા તૈયાર થયા છે એ વાતની ગંધ આવતાં મામા, મામી, માસા, માસી, ફોઈ, ફૂઆ, કાકા, કાકી સહુ ત્યાં આવી પહોંચ્યા. અમરકુમારે તે સહુને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે ‘મને બચાવો! મને બચાવો !' પણ જ્યાં માતા પિતા જ પોતાનાં બાળકને વેચવા તૈયાર હોય, ત્યાં બીજાનું શું ચાલે ?
૮૪૧
આ જોઈ અમરકુમાર અત્યંત હતાશ બની ગયો, એનું હૃદય ભાંગીને ભુક્કો થઈ ગયું. તે મનમાં ને મનમાં કહેવા લાગ્યોઃ ‘હે પ્રભુ ! શું આ લોકો મને અગ્નિમાં હોમવા માટે વેચી નાખશે ?' તે વારંવાર નિસાસા મૂકે છે, ચોધાર આંસુએ રડે છે અને ચીસો પાડી હૈયાફાટ રૂદન કરે છે પણ કોઈ તેને બચાવવા તૈયાર થતું નથી. એના માતાપિતા તો વજ્રથી પણ વિશેષ કઠોર બન્યા હતા. એટલે લીધી વાતને મૂકે શેના ?
કરૂણ વિલાપ કરતા એ બાળકને લેવા માટે રાજસેવકો હજાર થયા. બાળક તો જોતા જ ગભરાયો. જાણે યમદૂત જ આવ્યા.
સેવકોએ અમરકુમારનો હાથ પકડ્યો. અમરકુમારે ચીસ પાડીઃ ‘મને કોઈ બચાવો. મને કોઈ બચાવો.' પણ કોઈએ તેને બચાવ્યો નહિ. અરે ! બચાવવાની વાત તો દૂર રહી પણ આશ્વાસન સરખુંય આપ્યુ નહિ. જેમ કોઈ કસાઈ બકરાનો કાન પકડીને લઈ જાય, તેમ રાજસેવકો અમરકુમારને પકડીને લઈ ગયા. સર્વત્ર હાહાકાર મચી ગયો. હાટે ને વાટે, ચોરે ને ચૌટે લોકો ટોળે
Ha
મહત્વના થવું સારૂં છે, પણ સારા થવું વધુ મહત્વનું છે.