Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1158
________________ ૮૪૨ રત્નત્રયી ઉપાસના વળીને કહેવા લાગ્યાઃ ‘પેટની ખાતર પેટ જણ્યાને શું વેચી દેવાય ? શું બિચારાના આ હાલ થાય ? કમળ જેવા કોમળ બાળકની આ દશા !' રાજમાર્ગમાં ઊભેલી પ્રજાને અમરકુમારે હાથ જોડીને પ્રાર્થના કરીઃ ‘હે લોકો ! મને કોઈ બચાવો, મને કોઈ બચાવો.' અમરકુમારનાં હૃદયદ્રાવક રૂદનથી એક શેઠનું હૈયું દ્રવી ગયું. તેણે કહ્યું: ‘અમરકુમાર ! તને બચાવવા માટે મારાથી થાય તેટલું કરવા તૈયાર છું, ધનની મને પરવા નથી, પણ લાચાર છું, કારણ કે રાજાએ તને અગ્નિમાં હોમવા માટે ખરીદી લીધો છે, ત્યાં કોઈનો ગજ વાગે તેમ નથી. મારા હૈયામાં પારાવાર વેદના થાય પણ શું કરૂં ?' શેઠના આ શબ્દો સાંભળી અમર ભારે હતાશ બની ગયો, બસ હવે આવી જ બન્યું. રાજા જરૂર મને હોમી નાંખશે. એ નિર્ણય તેના અંતરમાં પાકો થયો. થોડી જ ક્ષણમાં રાજસેવકો અમરકુમારને લઈને રાજદરબાર પાસે આવી પહોંચ્યા. મહારાજા શ્રેણિક સિંહાસન ઉપર બિરાજ્યા છે. મોટા મોટા ભટજી લાંબી લાંબી જનોઈ લટકાવતા, મૂછનો વાળ મરડતા, ટીલા ટપકા તાણીને ચોમેર ગોઠવાઈ ગયા છે. વચ્ચે અગ્નિકુંડમાં ધખધખ અગ્નિ ધખી રહ્યો છે, તેમાંથી ભડભડ જ્વાળાઓ ઉછળી રહી છે. આ ભયંકર દશ્ય નિહાળવા અનેક નરનારીઓ જમા થયા છે. લોકમુખેથી વિવિધ ઉદ્ગારો સરી રહ્યા છે. કોઈ રાજાને, કોઈ માતાપિતાને તો કોઈ આ પાપી પેટને ધિક્કારે છે, સેવકોએ અમરકુમારને મહારાજા સમક્ષ હાજર કર્યો. મહારાજા આ સિરિષ પુષ્પ જેવા સુકોમળ બાળકને નિહાળી બોલી ઊઠ્યા: ‘અરે ભટજી ! જુઓ ! જુઓ ! આ બાળક કેવો સુંદર છે, ખરેખર તે બત્રીસ લક્ષણો છે, એટલે આપણું ધાર્યું કાર્ય જરૂર સિદ્ધ થશે.' ભટજીએ કહ્યું: ‘મહારાજ ! બાળક તો આપણે જોઈતો હતો તેવો જ મળ્યો છે, હવે વિલંબ કરવાની જરૂર નથી. જલ્દી કરો, જલ્દી કરો.' અમરકુમારે વિચાર્યુંઃ ખરેખર ! આ તો બધા યમદૂતો જ ભેગા થયા લાગે છે, તેમણે મોટાં મોટાં ટીલાં ટપકાં જ તાણ્યા છે, પણ હૃદયમાં દયા કે દર્દ જેવું કંઈ દેખાતું નથી. છતાં હજી એક તક છે તે અજમાવી જો. તેણે તે જ ક્ષણે બે કર જોડી મહારાજાને પ્રાર્થના કરીઃ ‘પ્રભુ ! મેં શું એવો ગુન્હો કર્યો છે કે જેથી મને આ ભડભડતા અગ્નિમાં હોમવા માટે અહીં આણ્યો છે? આપ તો પ્રજાપાલ છો, પ્રજાનું પાલન કરવું એ આપનો ધર્મ છે, પ્રજા આપની મોત ક્યારેય કોઈની પણ નાની કે મોટી લાંચ સ્વીકારતું નથી.

Loading...

Page Navigation
1 ... 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214