________________
૮૪૨
રત્નત્રયી ઉપાસના
વળીને કહેવા લાગ્યાઃ ‘પેટની ખાતર પેટ જણ્યાને શું વેચી દેવાય ? શું બિચારાના આ હાલ થાય ? કમળ જેવા કોમળ બાળકની આ દશા !'
રાજમાર્ગમાં ઊભેલી પ્રજાને અમરકુમારે હાથ જોડીને પ્રાર્થના કરીઃ ‘હે લોકો ! મને કોઈ બચાવો, મને કોઈ બચાવો.' અમરકુમારનાં હૃદયદ્રાવક રૂદનથી એક શેઠનું હૈયું દ્રવી ગયું. તેણે કહ્યું: ‘અમરકુમાર ! તને બચાવવા માટે મારાથી થાય તેટલું કરવા તૈયાર છું, ધનની મને પરવા નથી, પણ લાચાર છું, કારણ કે રાજાએ તને અગ્નિમાં હોમવા માટે ખરીદી લીધો છે, ત્યાં કોઈનો ગજ વાગે તેમ નથી. મારા હૈયામાં પારાવાર વેદના થાય પણ શું કરૂં ?' શેઠના આ શબ્દો સાંભળી અમર ભારે હતાશ બની ગયો, બસ હવે આવી જ બન્યું. રાજા જરૂર મને હોમી નાંખશે. એ નિર્ણય તેના અંતરમાં પાકો થયો. થોડી જ ક્ષણમાં રાજસેવકો અમરકુમારને લઈને રાજદરબાર પાસે આવી પહોંચ્યા.
મહારાજા શ્રેણિક સિંહાસન ઉપર બિરાજ્યા છે. મોટા મોટા ભટજી લાંબી લાંબી જનોઈ લટકાવતા, મૂછનો વાળ મરડતા, ટીલા ટપકા તાણીને ચોમેર ગોઠવાઈ ગયા છે. વચ્ચે અગ્નિકુંડમાં ધખધખ અગ્નિ ધખી રહ્યો છે, તેમાંથી ભડભડ જ્વાળાઓ ઉછળી રહી છે. આ ભયંકર દશ્ય નિહાળવા અનેક નરનારીઓ જમા થયા છે. લોકમુખેથી વિવિધ ઉદ્ગારો સરી રહ્યા છે. કોઈ રાજાને, કોઈ માતાપિતાને તો કોઈ આ પાપી પેટને ધિક્કારે છે, સેવકોએ અમરકુમારને મહારાજા સમક્ષ હાજર કર્યો. મહારાજા આ સિરિષ પુષ્પ જેવા સુકોમળ બાળકને નિહાળી બોલી ઊઠ્યા: ‘અરે ભટજી ! જુઓ ! જુઓ ! આ બાળક કેવો સુંદર છે, ખરેખર તે બત્રીસ લક્ષણો છે, એટલે આપણું ધાર્યું કાર્ય જરૂર સિદ્ધ થશે.'
ભટજીએ કહ્યું: ‘મહારાજ ! બાળક તો આપણે જોઈતો હતો તેવો જ મળ્યો છે, હવે વિલંબ કરવાની જરૂર નથી. જલ્દી કરો, જલ્દી કરો.'
અમરકુમારે વિચાર્યુંઃ ખરેખર ! આ તો બધા યમદૂતો જ ભેગા થયા લાગે છે, તેમણે મોટાં મોટાં ટીલાં ટપકાં જ તાણ્યા છે, પણ હૃદયમાં દયા કે દર્દ જેવું કંઈ દેખાતું નથી. છતાં હજી એક તક છે તે અજમાવી જો. તેણે તે જ ક્ષણે બે કર જોડી મહારાજાને પ્રાર્થના કરીઃ ‘પ્રભુ ! મેં શું એવો ગુન્હો કર્યો છે કે જેથી મને આ ભડભડતા અગ્નિમાં હોમવા માટે અહીં આણ્યો છે? આપ તો પ્રજાપાલ છો, પ્રજાનું પાલન કરવું એ આપનો ધર્મ છે,
પ્રજા આપની
મોત ક્યારેય કોઈની પણ નાની કે મોટી લાંચ સ્વીકારતું નથી.