________________
શ્રી અમરકુમારની કથા
પાસે રક્ષણ માંગે છે. આપ આપનું નામ સાર્થક કરો અને મને બચાવો. મહારાજ! મને બચાવો નહિતર અન્યાય કહેવાશે.'
અમરનાં હૃદયભેદક વચનો કર્મગોચર કરી મહારાજા બોલી ઉઠ્યા: ‘અમર! એમાં મારો અન્યાય નથી. તારા માતાપિતાએ જો તને વેચ્યો ન હોત તો તને અહીં હાજર કરવામાં ન જ આવત. મોં માગ્યા દામ આપીને અમે તને ખરીદ્યો છે, એમાં અમારો ક્યાં અન્યાય છે ?'
અમરે વિચાર્યું કે પ્રજાના પાલક પણ આમ આબાદ રીતે છૂટી જાય છે. હવે બચવાનો આરો નથી. શું હું અગ્નિમાં ભસ્મીભૂત થઈ જઈશ ? શું મને બચાવનારૂં હવે આ જગતમાં કોઈ જ નથી ? અને તેનાં હૃદયના ધબકારા વધી ગયા. અગ્નિની જ્વાળાઓ નિહાળી એ અત્યંત કંપી ઉઠ્યો. એનાં અંગે
જ
અંગમાં ધ્રૂજારી વછૂટી. તેટલામાં તો સેવકોએ તેને હવડાવ્યો, ધોવડાવ્યો, સુંદર વસ્ત્ર-અલંકાર પહેરાવ્યા, કંઠમાં ફૂલની માળા નાંખી અને કપાળે કંકુનું તિલક કર્યું. જો આ સમય વરરાજા બનવાનો હોત તો તો અમરકુમારનું હૈયું હરખથી ગજગજ ઉછળત, પરંતુ આ શણગાર અને સત્કાર પાછળ ભયંકર મૃત્યુ સરજાયું છે, એમ એ બરાબર જાણતો હતો, એટલે તે થરથર ધ્રૂજી ઉઠ્યો.
ભટજીએ બાળકને ઉંચક્યો, વેદોચ્ચારના ધ્વનિ જોરશોરથી ચાલવા માંડ્યાં. રાજા મનમાં મલકાય છેઃ ‘હવે જરૂર દરવાજો તૈયાર થઈ જશે.’ ભટજીના હરખનો પાર નથી, બસ ઘડીઓ ગણાતી હતી. અરે ! પળ વિપળની જ વાર હતી. પરંતુ પ્રજાજનોનાં હૈયામાં પારાવાર વેદના હતી.
જ
‘એક ચિત્રશાળાની ખાતર, એક દરવાજાની ખાતર એક નિર્દોષ બાળકનો આ રીતે હોમ થાય છે' એ વિચારથી જ અનેક નાગરિકો ફિટકાર અને તિરસ્કાર વર્ષાવી રહ્યા હતા. તે જ ક્ષણે અમરકુમારનાં હૃદયમાં એક વિચાર સ્ફુર્યો અને તે ધ્યાનસ્થ બની ગયો. વાત એમ હતી કે-એક વખત સદ્ગુરુનો યોગ થતાં તેમની પાસેથી નવકાર મંત્ર સાંભળ્યો હતો. ગુરુ મહારાજે તેનો મહિમા વર્ણવતાં જણાવ્યું હતું કે-ગમે તેવા કપરા કાળમાં પણ તે સૌનું રક્ષણ કરે છે. તે તેનો પ્રભાવ અદ્ભુત છે, અચિંત્ય છે, તેના સ્મરણથી દેવો હાજર થાય છે, ભયંકર ઉપદ્રવો દૂર સુદૂર ભાગી જાય છે અને પ્રાણનાશક-ખતરનાક રોગો પણ
સંસારમાં માણસોની છત છે, પણ... માણસાઈની ભારે અછત છે.
૮૪૩