________________
શ્રી અમરકુમારની કથા
૮૩૯
રાજાએ મોટા મોટા જોશીઓને બોલાવ્યા અને પૂછયું કે “જોશી મહારાજ દરવાજો વારંવાર કેમ તૂટી પડે છે ? શું મુહૂર્તમાં કંઈ કસર છે કે બીજી કઈ નડતર છે ?' જોશીઓએ ટીપણાં કાઢ્યા, જોશ જોયા, આંગળીના વેઢે ધન-મકરની ગણના કરી અને સહુ પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. છેલ્લે એકમત થઈ, તેમાંના અગ્રેસર જોશીએ જણાવ્યું કે મહારાજ ! વસ્તુ બહુ વિચારણીય છે. જેવી તેવી આફત નથી. આ તો ભયંકર દૈવી કોપ છે. એની શાંતિ કર્યા વગર દરવાજો ખડો રહેશે નહિ.” જોશીઓની આ વાત સાંભળીને મહારાજા ખુબ વિસામણમાં પડ્યાઃ માનવીને તો પહોંચી શકાય પણ દૈવી કોપને શી રીતે પહોંચવું?' તેમણે કહ્યું: જોશી મહારાજ ! આનો કંઈ ઉપાય છે કે નહિ ?' જોશી મહારાજ માથું ખંજવાળતાં બોલ્યાઃ “રાજન ! ઉપાય તો છે, પણ જરા કઠણ છે', રાજાએ કહ્યું: ‘તેની ફીકર નહિ, જે ઉપાય હોય તે વિના સંકોચે બતાવો.”
- ત્યારે જોશીએ કહ્યું: ‘મહારાજ ! આ સ્થળે એક બત્રીસ લક્ષણો બાળકનો હોમ કરવો પડશે. તે વગર કોઈ ઉપાય દરવાજે ટકશે નહિ.” જોશીની વાત સાંભળી મહારાજાએ માથું ધુણાવ્યું. “ઠીક છે પંડિતજી!' અને એક બાળકનું બલિદાન દેવાનું નિશ્ચિત થયું. પણ બાળક લાવવો ક્યાંથી ? એ કંઈ વૃક્ષનું ફળ નથી કે ઝટ લઈને તોડી લેવાય.
' મંત્રીઓની સલાહથી નગરીમાં ઢંઢેરો પીટવાનું નિશ્ચિત થયું. સાથે એ પણ જણાવવામાં આવ્યું કે જે કોઈ પોતાનો બાળક આપશે. તેને બાળકના ભારોભાર સોનું તોલી આપવામાં આવશે.”
સર્વત્ર ઢંઢેરો પીટાય છે, પણ કોઈ બીડું ઝડપવા તૈયાર નથી. સુવર્ણના લોભે બાળકને વેચે એવા હૈયાફૂટા કોણ મળે ? પરંતુ આ ઢંઢેરો ઋષભદત્ત બ્રાહ્મણના કાને અથડાયો અને તેની બુદ્ધિમાં પરિવર્તન થયું.
* બાળક ભારોભાર સોનાથી તો કંઈક વર્ષનું દારિદ્ર ફાટી જાય અને નિરાંતે રોટલો મળે. ઘરમાં છ જણ છે, પણ પરાણે પેટ ભરાય છે. તેમાંથી એકને આપી દઈએ તો શું વાંધો ? બીજા પાંચનું જીવન સુખેથી ચાલ્યા કરે. પણ આ વાતમાં પત્નીની સલાહ લેવી જોઈએ. તે માને તો જ કામ આવે ! એમ વિચારી તેણે પત્ની ભદ્રાની સલાહ લીધી. પત્ની તેના કરતાં સવાઈ હતી. તેણે કહ્યું: “વાત બહુ સારી છે. તેમાં વિલંબ કરવાની જરૂર નથી. વખતે બીજો કોઈ ફાવી
assessica
પાપનો તિરસ્કાર કચે, પાપીનો નહીં.