________________
૮૩૮
29
)
રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
કથા વિભાગ
* શ્રી અમરકુમારની કથા * વિશ્વોદ્ધારક પ્રભુ મહાવીરનાં પુનિત પગલાંથી જ્યારે આ પૃથ્વીતલ પાવન બની રહ્યું હતું, ત્યારની આ વાત છે. તે કાળે રાજગૃહી નગરી ઉન્નતિની ટોચે પહોંચેલી હતી. ઋદ્ધિ-સિદ્ધિથી છલોછલ ભરેલી હતી. અભયકુમાર જેવા મહામાત્યો, શાલિભદ્ર જેવા લક્ષ્મીનંદનો અને જંબુકુમાર, સુદર્શન શેઠ, મહાશતક શ્રાવક, નંદિષેણ, મેઘકુમાર, કાવત્રા શેઠ જેવાં અનેક મહારત્નોનાં અનેરા તેજથી ઝળહળી રહી હતી. આ નગરીના નાલંદા પાડામાં પ્રભુ મહાવીરે ચૌદ ચૌદ ચાતુર્માસ વ્યતીત કર્યા હતાં, એટલે તેની ધર્મભાવનાનું વર્ણન કરવું એ સોનાને ઢોળ ચઢાવવા જેવું છે. મહાપુરૂષો રાજગૃહીની પ્રશસ્તિ ગાતાં જણાવે છે કે
“ધર્મ અને ધન નાલંદે પાડે” શ્રેણિક મહારાજા અનાથી મુનિના સમાગમમાં આવ્યા પછી સમ્યકત્વને પામ્યા, એ હકીકત ઈતિહાસ પ્રસિદ્ધ છે, તે પહેલાની આ વાત છે. તેમને એક ભવ્ય અને આલિશાન ચિત્રશાળા બંધાવવાના કોડ જાગ્યા. તેમની એ ઈચ્છા હતી કે-દેશ દેશના લોકો એ ચિત્રશાળા નિહાળવા મારી નગરીમાં આવે અને મારું ગૌરવ વધે. તેમણે શિલ્પ શાસ્ત્રમાં નિષ્ણાત દેશ વિદેશના કળાકારોને નોતર્યા, સેંકડો શિલ્પીઓ કામે લાગ્યા, જોતજોતામાં ચિત્રશાળા તૈયાર થઈ ગઈ અને તેને અનુરૂપ ભવ્ય દરવાજે તૈયાર થયો, પણ એ એકાએક તૂટી પડ્યો. શિલ્પીઓ વિચારમાં પડ્યા: “આમ કેમ બન્યું? પણ કારણ કંઈ સમજાયું નહિ, એટલે તેમણે બીજીવાર દરવાજો ખડો કર્યો અને તેને પ્રથમ જેવો જ મનોહર બનાવ્યો, પરંતુ તે દરવાજો પણ જોતજોતામાં તૂટી પડ્યો અને ચિત્રશાળા ખંડિત થઈ. શિલ્પીઓનાં વિમાસણનો પાર રહ્યો નહિ.
રાજા વિચાર કરે છે: “દરવાજો બબ્બે વાર કેમ તૂટી ગયો?’ મંત્રીઓ વિચારે છે. નિષ્ણાત શિલ્પીઓનો ઉભો કરેલો દરવાજો આમ બબ્બેવાર તૂટી પડે એ તો ભારે નવાઈ !' લોકો તરેહ તરેહની વાતો કરે છે અને જણાવે છે કે “નક્કી આમાં કંઈ રહસ્ય છે, નહિ તો આવું બને નહિ.'
દેખાતું રૂપાળું શરીર, રૂપાળા ભાવ કે રૂપાળું ભાવી રચી શકતું નથી.