________________
૮૨૦
2િ9: રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
વાર્તા વિભાગ,
૧. વસ્તુપાલ-તેજપાલ (દાન-સંઘભક્તિ)
૧-૨ મહાગુજરાતના મહાઅમાત્ય વસ્તુપાલના નિવાસસ્થાને પ્રતિદિન
પાંચસો સાધુઓને સુપાત્રદાન અને પંદરસો સન્યાસીઓને ઉચિત દાન અપાય છે. વસ્તુપાલના ભાઈ તેજપાલના ધર્મ પત્ની
અનુપમાદેવી એક ઉત્તમ આત્મા હતો, તે જાતે સુપાત્રદાન આપતાં. ૩ શત્રુંજયતીર્થના સંઘમાં સંઘપતિ વસ્તુપાલ સ્વયં યાત્રીઓના
સાધર્મિકોના પગ ધોવે છે. જે ધર્મને સમજે તે સાધર્મિકનું મૂલ્ય સમજે, સાધર્મિકની સેવાથી તેનામાં રહેલા ધર્મની સેવા થાય છે અને શાસન પ્રભાવનાનું મહાન કાર્ય થાય છે એમ સમજતા વસ્તુપાલ મહાઅમાત્ય છતાં ભક્તિથી સાધર્મિકના પગ ધોતા
સંકોચાતા નથી. ૪ તીર્થયાત્રાનો મહિમા સમજી વસ્તુપાલ શત્રુંજય ગિરિરાજના મોટા
તેર સંઘો કાઢ્યા. ૫ મુખ્ય મુખ્ય શહેરોમાં જ્ઞાનભંડારો કરવા આગમ-શાસ્ત્રો લખાવે છે. ૬-૭ આબુતીર્થ પર કરોડોના ખર્ચે અદ્ભુત કારિગિરી પૂર્ણ ભવ્ય જિનાલય
બંધાવ્યું. તેની તુલનામાં આવે એવું કોઈ મંદિર આજની દુનિયામાં નથી. આજે પણ તેની યાત્રા કરનાર તે મંદિરની ભવ્યતા જોઈ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. ક્રોડો રૂપિયાનો વિવિધ પુણ્યકાર્યોમાં ખર્ચ કર્યો, ધન્ય એ ધનવીરને અને એના શાસનપ્રભાવક જીવનને !
૨. શાલિભદ્રજી (વૈરાગ્ય)
૧ ભારે પુણ્યશાળી શ્રી શાલિભદ્ર. તેમના પિતા દેવ થયા પછી દિવ્ય
ખાન-પાન અને વસ્ત્રાભૂષણની ૯૯ પેટીઓ રોજ શાલિભદ્રને
નરક જવાનો નેશનલ હાઈવે એટલે... રાત્રી ભોજન