________________
નમસ્કાર-મહામંત્ર-છંદ
૮૧૯
નમસ્કાર મહામંત્ર-છંદ સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર, એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર. સમરો. ૧ સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત, જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંગાત. સમરો. ૨ યોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક, દેવો સમરે દાનવ સરે, સમરો સૌ નિઃશંક. સમરો. ૩ અડસઠ અક્ષર એહના જાણો, અડસઠ તીરથ સાર, આઠ સંપદાથી પરમાણો, અડ સિદ્ધિ દાતાર. સમરો. ૪ નવપદ એહના નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, વીર વચનથી હૃદયે સ્થાપે, પરમાતમ પદ આપે. સમરો. ૫.
圖 %
મરણ પાછળની રીત હમણાં હમણાં આપણા જૈનોમાં મૃતક (મડદા) ને લઈ જતાં જૈનેતરોની જેમ “રામ બોલો ભાઈ રામ”, “ નમો અરિહંતાણં', “સમરો મંત્રની ધૂન” અથવા “અરિહંતે શરણે પવન્જામિ” વગેરે બોલવાની પરંપરા શરૂ થયેલ છે. તેનું અનુકરણ પણ ઘણાં લોકો કરવા માંડ્યા છે. પણ જૈનધર્મની ઝીણવટભરી દષ્ટિએ જોતાં અક્ષરની આશાતના ન થાય માટે આવું કાંઈ પણ બોલવાનું જરૂર નથી. મૌન પણે જ જવાનું છે. મનમાં માનસીક રીતે નવકારમંત્ર ગણી શકાય છે. વગર બોલે અથવા સંસારની અનિત્યતા વિચારી શકાય. વૈરાગ્ય થવાનો પ્રસંગ આનાથી વધુ બીજો ક્યો મળી શકે તેમ છે ? આમાંથી ઘણું મેળવી શકાય તેવું છે. .
એકાંત અને નીરવ શાંતિનો ઉપયોગ પરમાત્માનું ધ્યાન ધરવામાં કરો.