________________
અંત સમયની અણમોલ આરાધના
2૧૭
લાખ મનુષ્ય, આ ચૌરાશી લાખ છવાયોનિના કોઈપણ જીવની મેં વિરાધના કરી હોય, બીજા કોઈની પાસે કરાવી હોય, કોઈ કરતાને સારો માન્યો હોય, તે સર્વેનો હું મન, વચન, કાયાએ કરી ત્રિવિધ ત્રિવિધે મિચ્છામી દુક્કડે માંગું છું.
ગયા ભવમાં કે આ ભવમાં મેં જે કોઈ પાપ કરવાના સાધનો, હથિયારો, (સૂડી, કાતર, ચપુ, તલવાર, છરી વગેરે) વસાવ્યા હોય તેને હવે હું વોસિરાવું છું. તેની સાથે હવે મારે કોઈ સંબંધ નથી.
હું એકલો છું. મારો આત્મા શાશ્વત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણવાળો છે. તે સિવાયના બીજા ભવો મને મળ્યાં છે તે બધાંય નાશવંત છે. પત્ની, પુત્ર, પૈસો, પરિવાર, બંગલો, મોટર વગેરે અને આ ભેગા કરેલા સુખના સાધનો જેનો સંયોગ છે તેનો વિયોગ જરૂર છે. અત્યાર સુધીમાં મારા આત્માએ જે કાંઈ દુઃખની પરંપરા ભોગવી છે, તેનું કારણ એક જ છે કે સંયોગ. માટે હવે હું સર્વ સંયોગોને સંબંધોને, માયાને, મમતાને દરેક વસ્તુમાં કરેલા મારાપણાને વોસિરાવું છું.
હવે હું સારો થઈને આ પથારીમાંથી (પલંકામાંથી ન ઉઠું ત્યાં સુધી હવે મારે આ કાયાને પલંગ સિવાય કોઈનો સંબંધ નથી. તે બધાને હું વોસિરાવું છું. અને હવે હું મારા જીવનમાં દેવ ગુરૂ અને ધર્મને ધર્મ તરીકે સ્વીકારું છું.
ચત્તારિ મંગલ - અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂમંગલ કેવલિ પન્નરો ધમ્મો મંગલ, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવળી ભગવંતે કહેલા ધર્મને આ ચારને હું મારા જીવનમાં મંગલ તરીકે સ્વીકારું છું.
આપત્તિમાં અદીનતા એ તો ધર્માત્માની સહજ અવસ્થા છે.