________________
વાર્તા વિભાગ
કહ્યું પૈસાથી તે નહીં મળે, પ્રભુને સામાયિકનું મૂલ્ય પછી જુઓ! પ્રભુએ કહ્યું સમગ્ર રાજલક્ષ્મીથી પણ તેના સામાયિકનું મૂલ્ય અધિક છે કારણ કે રાજ્યલક્ષ્મી જડ છે, નાશવંત છે, સામાયિક આત્મધર્મ છે, આત્માનું સ્વરૂપ છે, તેની તુલના જડ વસ્તુ સાથે શી રીતે થાય ! આવી નિર્ધનતામાં પણ કેવી સમાધિ ! ધન્ય પુણીયાને; તેના સામાયિકને, તેના સંતોષને અને તેની સમતાને !
૫. મેઘકુમાર (જીવદયા)
(૧) શ્રેણિકનો પુત્ર મેઘકુમાર પૂર્વ જન્મમાં હાથી હતો. દાવાનળના ભયથી બચવાં જંગલનાં તૃણ-ઘાસ ઉખેડીને તેણે અમુક જમીન સાફ કરી. એકદા દાવાનળ સળગવાથી નાસીને તે હાથી અને જંગલનાં બીજાં પશુઓ પણ ત્યાં આવી એ જમીનમાં ભરાઈ ગયા પછી હાથીએ શરીર ખંજવાળવા પગ ઊંચો કર્યો ત્યારે ખાલી પડેલી તે પગની જમીનમાં સંકડામણથી પીડાતું એક સસલું આવી ભરાઈ ગયું, તેની રક્ષા માટે હાથીએ પોતાનો પગ ઊંચોજ રાખ્યો, ત્રણ પગે ઉભો રહ્યો.
૨ અઢી દિવસ ઊંચો રાખેલો પગ અકડાઈ જવાથી પશુઓના ગયા પછી પગને નીચો મુકતાં હાથી પડી ગયો, ઉભો ન થઈ શક્યો અને ભૂખ-તરસથી પીડાઈને મરણ પામ્યો.
૩ સસલાની ધ્યાના ફળ સ્વરૂપે તે મગધરાજ શ્રેણિકનો પુત્ર મેઘકુમાર થયો, ભગવાન મહાવીરનાં ઉપદેશથી વૈરાગી થયો અને શ્રેણિકે રાજગાદી આપવા કહ્યું ત્યારે રજોહરણ અને પાત્રા માગ્યાં. ૪ રાજ્ય તજીને પ્રભુ પાસે દીક્ષા લીધી.
૫-૬ પ્રભુની પાસે પૂર્વ ભવ સાંભળી પૂર્વભવની દયાનું પ્રત્યક્ષ ફળ જોઈ શરીરની પણ મમતા છોડી અને અનશન સ્વીકાર્યું. શુભ ધ્યાન પૂર્વક મરીને અનુત્તરમાં દેવ થયા, ધન્ય મેઘકુમાર !
old
ભાગ્યને ભરોસે બેસી રહેનારનું ભાગ્ય પણ બેસી રહે છે.
૮૧૩