________________
વાર્તા વિભાગ
) OT.
૮૨૯
૫ દરવાજામાં જ કૃષ્ણને સામે આવતા જોઈ સોમિલનું હૃદય ભયથી
બંધ પડી ગયું. પાપી પોતાના પાપે મર્યો.
૧૨. જગદગુરુ શ્રી હીરસૂરિજી અને બાદશાહ અકબર
(અમારી પાલન)
આ છે અકબરની કુરતા : અ) ચિત્તોડનો કિલ્લો સર કરતી વખતે અકબરે લાખો સ્ત્રી પુરૂષો
અને પશુઓનો સંહાર કર્યો હતો. તે વખતે જો મણ
જનોઈનો ઢગલો થયેલો. આ) લાહોરના જંગલમાં ૧ લાખ પશુઓની કતલ કરાવી હતી. ઈ) ૧૯૨૦ની સાલમાં ગોંડવાણાની રાણી દુર્ગાવતી સાથે ભયંકર
કુરતા આચરી હતી. ઈ) શિકાર કરવા માટેના રસાલા તરીકે તેની પાસે પાંચ હજાર
પાડા, વીસ હજાર કૂતરાં, વીસ હજાર વાઘરી, ૫૦૦ ચિત્તા,
હજારો બાજ પક્ષી તથા શકરા પક્ષીઓ હતાં. ઉ) નાનાકડી ભૂલનાં કારણે બાર વર્ષના (નોકરને) અકબરે
મહેલની બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. જે તરત જ ખોપરી
ફાટી જતાં મૃત્યુ પામ્યો હતો. - ઊ) પિતાની ખુશામત નહીં કરનાર કવિ ગંગને હાથીના પગ તળે
કચડાવી નાખ્યો હતો. એ) માંસાહારી અકબરને રોજ ચકલાની સવાશેર જીભ ખાવાનું
વ્યસન હતું, તેથી તે ડાબર નામે સરોવરમાં હજારો પક્ષીઓને રખાવતો. આવા ક્રૂર અકબરને પૂજ્ય હીરસૂરીશ્વરજીએ સાવ અહિંસક
બનાવી દીધો હતો. ૧ દિલ્હીમાં ચંપા નામે શ્રાવિકા છ મહિનાના ઉપવાસ દેવગુરુના ધ્યાનથી
કરી ચુકી છે, એ વાત બાદશાહ અકબરે જાણી, તપથી પ્રભાવિત થઈ ચંપાને પૂછ્યું – આટલા ઉપવાસ કેમ કરી શકાય? ચંપાએ કહ્યું –
ઘરમાં રહેવું તે પાપ નથી, પણ ઘરને મનમાં ભરી રાખવું તે પાપ છે.