________________
૮૩૨
રત્નત્રયી ઉપાસના
કરે છે, પણ રાજ્યાદિની અનિત્યતા સૂચક ભોજનો લખેલ શ્લોક વાંચી,
મુંજ ભોજને રાજ આપી દે છે. ૨ યુદ્ધમાં પરાજિત મુંજ તૈલંગ રાજાનો કેદી બને છે ત્યાં તૈલંગની બહેન
મૃણાલવતીથી આસક્ત થાય છે. ૩ મુંજને છોડાવવા, ભોજ ગુપ્ત ભોંયરું બનાવી તેને ભાગી છૂટવા કહે છે. ૪ મૃણાલવતીના પ્રેમમાં અંધ મુંજ મૃણાલવતીને અને મૃણાલવતી રાજાને
એ વાત કહે છે. મુંજના હાથ પગમાં જંજીર બાંધી, તેને ભીખ માંગી ખાવાનો હુકમ કરે છે. સ્ત્રીના પ્રેમમાં ફસાઈને મારી આ દશા થઈ છે તેવી જ બીજા લોકોની થાય એવું કહેતો મુંજ ભીખ માગતો ફરે છે.
૧૬. જંબૂ સ્વામી (દાક્ષિણય)
૧ ભવદેવ (જંબૂનો જીવ) ને ભાઈ ગુરુ પાસે લઈ જઈ, ભવદેવની ઈચ્છા
ન હોવા છતાં “આને દીક્ષા લેવી છે એમ કહે છે. ૨ દાક્ષિણ્ય ભાવનાથી ભવદેવે દીક્ષા લીધી તેમજ પાળી પણ ખરી.
ભાઈના સ્વર્ગવાસ પછી, ભદેવ પોતાના ગામે જઈ પત્નિ નાગિલાને
મળે છે. ૩ નાગિલાએ એની વિષયલાલસા જોઈ, સંયમધર્મમાં સ્થિર કર્યા અને દીક્ષા
પાળી સ્વર્ગે ગયા. ૪ શિવકુમારના ભવમાં સાધુને જોઈને તીવ્ર વૈરાગ્ય ઉપજે છે. માબાપે
દીક્ષા લેવા ન દેતાં, જીવનભર છઠ્ઠ કરતાં અને પારણાના દિવસે
આયંબિલ કરતા રહ્યા. ૫ દેવના ભવ પછી, જંબૂ કુમારના ભવમાં સુધર્માસ્વામીની દેશના પામી
વૈરાગ્ય પામે છે.
પગ લપસે જો જખમ થાય, અને જીભ લપસે તો જોખમ થાય.