________________
વાર્તા વિભાગ
૮૩૧
૩ દિક્ષા લઈ સ્પંડિલ ગયા ત્યાં વરસાદનું વહેતું પાણી જોઈ, માટીની પાળ બાંધી, નાના પાત્રા પાણીમાં તરતા મૂકી બાળદીક્ષાધારી અતિમુક્તક હર્ષથી નાચવા-કુદવા લાગ્યો, સાધુઓએ એમ કરવાની ના પાડી તથા ભગવાન પાસે જઈ, કહેવા લાગ્યા કે આ અપકાયના જીવોની રક્ષા કેમ કરશે ? ત્યારે ભગવાને કહ્યું કે તેનો તિરસ્કાર ન કરો, આ બાળક તમારી પહેલાં કેવળી થશે. આ સાંભળી બધાંએ
ક્ષમા માંગી. ૪ એક વખત સ્પંડિલથી પાછા ફરતા, બાળકોને પાણીમાં કાગળની હોડી
બનાવી ખેલતા જોઈ, અતિમુક્તકને પોતાની જળક્રિડા યાદ આવી
અને..
૫ સમવસરણમાં ઈરિયાવહિય (પણગ દગ મટ્ટી) બોલી, તીવ્ર પશ્ચાતાપ
થતાં, બાળક અતિમુક્તકે નવમે વર્ષે કેવળજ્ઞાન પામી, મુક્તિ પ્રાપ્ત કરી.
૧૪. કૂરગડુ નાગદત્ત (આત્મનિંદા)
૧ કૂરગડુ મુનિ ભૂખ સહન ન કરી શકવાથી, રોજ સવારે આહાર-પાણી
કરતાં અને સાથેના ઉગ્ર તપસ્વીઓની સેવા ભક્તિ કરતા. તપસ્વીઓ
કૂરગડુની નિંદા કરતા. ૨ આહાર પાણી લાવી, ગુરુદેવ અને અન્ય મુનિઓને બતાવે છે. બધાં
તેનો તિરસ્કાર કરે છે અને ઘૂંકે છે. છતાં કૂરગડુ મુનિ તો આહાર પાણી
કરતાં સ્વનિંદા અને તપસ્વીઓની પ્રશંસા કરતા. ૩ પરિણામે કૂરગડુ મુનિને કેવળજ્ઞાન થાય છે તે જાણી, બીજા તપસ્વી
મુનિઓએ પણ તીવ્ર પશ્ચાતાપપૂર્વક તેમની ક્ષમા માગી, કેવળજ્ઞાનના અધિકારી થયા.
૧૫. રાજા મુંજ (સ્ત્રી લંપટતા)
૧ ભોજ રાજ્ય લઈ લેશે એવા ભયથી, મુંજ રાજા ભોજને મારવા પ્રયત્ન
દુખમાં હાથ આપે તે માણસ “મોટો”, પણ હાથ ખેચે તે માણસ ખોટો”.