________________
2૧૨
રત્નત્રયી ઉપાસના
દેવના ભવોને વિષે પણ મેં ક્રીડાના પ્રયોગથી, લોભ બુદ્ધિથી જે જીવોને દુઃખી કીધા હોય તેને પણ ત્રિવિધે હું નમાવું છું. ર૯
ભવનપતિને વિષે તામસભાવમાં વર્તતો છતો નિર્દયપણાથી હણાયેલા એવા મેં જે જીવોને દુઃખી કીધા હોય તેને પણ હું ખાવું છું. ૩૦
વ્યંતરના ભાવમાં પણ મેં ક્રીડાના પ્રયોગથી જે જીવોને દુઃખ ઉત્પન્ન : કીધાં હોય તેને પણ હું માનું . ૩૧
જ્યોતિષમાં ગયેલો પણ વિષયમાં મોહિત-મૂઢ મેં જે કોઈ જીવને દુઃખી કીધા હોય તેને પણ હું ખાવું છું. ૩૨
આભિયોગિક દેવમાં પ્રાપ્ત થયેલી પરિદ્ધિમાં મત્સરવાળા, લોભથી પરાભવ પામેલા, મોહમાં વશીભૂત મેં જે જીવોને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું . ૩૩
આ ચાર ગતિમાં મેં જે કોઈ જીવને પ્રાણ થકી મુક્ત કીધા, દુઃખમાં પાડયા હોય તે બધાને હું નમાવું છું. ૩૪
મેં જે જે અપરાધ કીધા છે તે તે બધા અપરાધોને હે જીવો! મધ્યસ્થ થઈને, વેર મૂકીને ખમો અને હું પણ ખમાવું . ૩૫
આ સંપૂર્ણ જીવલોકમાં મારો કોઈ પણ દોષ નથી, હું જ્ઞાનદર્શનસ્વભાવવાળો છું, એક છું. મમત્વભાવ રહિત છું. ૩૬
મને અરિહંત અને સિદ્ધનું શરણ થાઓ; સાધુ અને કેવલી ભાષિત ધર્મ મને પરમ મંગલિક થાઓ, કર્મક્ષયનું કારણ એવા પંચ પરમેષ્ઠિનું શરણ મને થાઓ. ૩૭
આ ખામણા ચાર ગતિમાં રહેલા જીવોને ભાવશુદ્ધિ અને મહાકર્મક્ષયનું કારણ છે.
જીવનની શુદ્ધિ અને વિચારોની શુદ્ધિ માટે સમ્યગ્દર્શન અનિવાર્ય છે.