________________
૭૦૦
રત્નત્રયી ઉપાસના
જવાબ: હે ગૌતમ ! જે પુરુષ પરમ કૃપાળુ હોય તો ઘણા પુત્રોવાળો થાય છે – તે પુરુષને ત્યાં ઘણા પુત્રો થાય છે. પ્રશ્ન ૨૭. હે કરુણાસાગર ભગવન્! ક્યા કર્મથી માણસે બહેરો થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે માણસે કાંઈ સાંભળ્યું ન હોય તે છતાં તે કહે કે મેં અમુક સાંભળ્યું છે તે ગ૫ મારે છે તે માણસ પરભવમાં બહેરો થાય છે. પ્રશ્ન ૨૮. હે પરમ કૃપાળુ ભગવન્! ક્યા કર્મથી માણસ જાત્યંધજન્માંધ થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે માણસે કોઈ વસ્તુ જોઈ નથી તે છતાં મેં અમુક વસ્તુ જોઈ છે એમ કહે, વળી જે પુરુષ ધર્મની અપેક્ષા વિનાનું વચન નિશ્ચયપૂર્વક કહે તે પુરુષ પોતાનાં કર્મના દોષે જાત્યંધ એટલે જન્માંધ થાય છે. પ્રશ્ન ૨૯, હે પરમ કૃપાળુ ભગવન ! ક્યા કમને લીધે ખાધેલું અન્ન પચતું નથી તે આપ કૃપા કરી જણાવશો. જવાબ : હે ગૌતમ ! પોતાને કોઈ પણ કામમાં નહિ આવે એવું ખરાબ ભોજન અને એઠું ભોજન કે અશુદ્ધ પાણી જે જીવ સાધુઓને વહોરાવે છે, તેને ખાધેલું અન્ન પચતું નથી અને તેને અજીર્ણનો રોગ થાય છે. પ્રશ્ન ૩૦. હે દયાનિધિ ભગવન્! ક્યા કર્મથી જીવ રોગી થાય છે? જવાબ: હે ગૌતમ ! જે મનુષ્ય મઘમાખીઓના મધપૂડા પાડે છે, જે વનમાં દવ-આગ લગાડે છે, બળદ વગેરે પ્રાણીઓને આકે છે, જે નાના બાગ-બગીચાનાં વૃક્ષોનો વિનાશ કરે છે, વગર કારણે વનસ્પતિ તોડે છે, પુષ્પાદિક ચૂંટે છે તે ભવાંતરમાં કોઢનો રોગી થાય છે.
જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે.