________________
૯૨૨
રત્નત્રયી ઉપાસના
ભવાલોચના ભવ આલોચનાના મુદ્દા
જ્ઞાનાચાર સંબંધી અકાલે અધ્યયન કર્યું. ગુરુ તથા જ્ઞાનનો વિનય કર્યા વિના અધ્યયન કર્યું. ઉપધાન કર્યા નહિ. સૂત્ર અને અર્થ વિપરીત રીતે ગ્રહણ કર્યા. કાગળ પુસ્તક... વગેરે જ્ઞાનનાં સાધનોને પગ લગાડ્યો - બાળ્યાં. તે ઉપર બેઠા. આહાર-નિહાર કર્યો. તેની આશાતના કરી. ભણનારને અંતરાય કર્યો. જ્ઞાનીની નિંદા કરી. અંતરાયમાં જ્ઞાનનાં સાધનોનો ઉપયોગ કર્યો, અધ્યયન કર્યું. તોતડા-બોબડા વગેરે અજ્ઞાનની અવહેલના મશ્કરી કરી. જ્ઞાનાદિ દ્રવ્યનું ભક્ષણ કર્યું. છતી શક્તિએ તેની રક્ષા ન કરી.
દર્શનાચાર સંબંધી શ્રી જિનેશ્વર દેવના વચનમાં શંકા કરી. એનાથી વિપરીતપણે પ્રરૂપણા કરી. દેવ-ગુરુ-ધર્મ તથા સાધર્મિકની નિંદા કરી. છતી શક્તિએ . તેમની ભક્તિ-સેવા બહુમાન કર્યું નહીં. અન્ય ધર્મની ઈચ્છા કરી, તેને સારો માન્યો. મિથ્યાત્વીઓને પોષ્યા. તેમનો પરિચય કર્યો. તેમને ઉત્તેજન આપ્યું. પાસત્યાદિની જાણી જોઈને ભક્તિ કરી. બીજાઓ ધર્મથી વિમુખ બને એવી પ્રવૃત્તિ કરી. પ્રતિમા પડી ગયા. તેની સાથે કળશ વગેરે ઉપકરણો અથડાયાં. અશુદ્ધ વસ્ત્ર તેમ જ અશુદ્ધ દ્રવ્યોથી પૂજા કરી. મુખકોશ બાંધ્યા વિના પૂજા કરી. અવિધિથી પૂજા કરી. વાળાકુંચી વગેરેનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો. સૂક્ષ્મ રીતે દેવદ્રવ્યાદિનો ઉપયોગ કર્યો. દેરાસરમાં નાક-કાન આદિનો મલ નાખ્યો. ઘૂંક પડ્યું, ખાનપાન કર્યું, હાંસી મશ્કરી કરી. વગેરે આશાતના કરી. દેરાસરમાં ઘરની-વ્યાપારની વાત કરી અંતરાયવાળા થયા. તીર્થભૂમિમાં ડુંગર ઉપર આહાર-વિહાર કર્યો, અંતરાયવાળા થયા. સાધુ-સાધ્વી પાસે પોતાનું
કરવા
લક્ષ બાંધી જિનવરતણું, અક્ષર પદ થઈ સ્થિર;મંત્ર જપે નવકારનો, પામે સુખ તે ધીર.