________________
મરણ સમયે શુભ ભાવના |
૮૦૫
મરણ સમયે શુભ ભાવના આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય-પાપ એ જ સુખ દુઃખના કારણે છે અને બીજું કોઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવના રાખે.
પૂર્વે નહિં ભોગવાયેલા કર્મનો ભોગવવાથી જ છુટકારો છે પણ ભોગવ્યા વિના છુટકારો થતો નથી એમ જાણીને શુભ ભાવ રાખો.
ભાવ વિનાના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીયળ વગેરે સર્વે આકાશના ફુલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખો. તપ-દાન વિ. થી જ ભાવ આવશે.
નરકનું નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું છે, તે વખતે કોણ મિત્ર હતો તેમ માનીને શુભ ભાવના રાખો.
સુરૌલ (મેરૂ પર્વત) ના સમૂહ જેટલો આહાર ખાઈને પણ તને સંતોષ ન વળ્યો. માટે ચતુર્વિધ આહારનો ત્યાગ કર.
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, આ ચાર ગતિમાં પ્રાણીને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુર્વિધ આહારનો ત્યાગ કર.
કોઈ પ્રકારના જીવ સમુદાયનો વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર.
જે આહારનો ત્યાગ કરવાથી દેવોનું ઈંદ્રપણું પણ હાથના તળીયામાં છે, અને મોક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકારના આહારનો ત્યાગ
' જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણ એવો જીવ પણ નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર.
સાધના અને આરાધના જાતેજ કરવાં પડે ઉછીનાં ન ચાલે.