________________
૮૦૮
રત્નત્રયી ઉપાસના
કારણ કે જો આવા પ્રકારનું ઉત્તમ સમાધિ મરણ થાય તો હે ચેતના તે મરણ ઉત્તમ ગતિને આપનાર છે. બાકી વિચાર કર. અત્યાર સુધી સમાધિ વિના પરવશ પણે અનંતીવાર નરક તિર્યંચાદિક ગતિમાં મરણો કર્યા છે. અસહ્ય દુઃખો સહન કર્યા છે, માટે આવા ઉત્તમ પ્રકારના સમાધિ મરણથી આનંદ માની તમામ વસ્તુ વોસિરાવી પાછળના સંબંધી જીવો રાગના જોરથી કર્મબંધન ન કરે તે માટે પાકી ભલામણ કરજે પછી કદાચ મોહના જોરથી તેઓ જે કાંઈ કરશે તેમાં તને તે પાપની ક્રિયાઓ લાગશે નહિં. તે ચોક્કસ લક્ષમાં રાખજે. મનની પ્રસન્નતા એ જ ચિત્તની શુદ્ધિનું મુખ્ય સાધન છે.
| ક ચારે ગતિના જીવોનાં ખામણાં
હું ધન્ય છું, કેમકે અપાર ભવસમુદ્રમાં ભટકતાં મને ચિંતામણિ રત્ન સમાન જિનેન્દ્ર ભગવંતના ધર્મની પ્રાપ્તિ થઈ. ૧
નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં ભવ (જન્મમરણ) રૂપચક્ર મધ્યમાં ભકતાં મેં મોહના વશથી જે કોઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. ર
સાતે નારકીની પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થઈને મેં નારકીને ભવમાં કોઈપણ નારકી જીવને દુઃખ દીધું હોય તો તેને પણ હું ખમાવું . ૩
વળી નારકીના ભવમાં મેં કર્મના વશથી નારકીના જીવોને પરસ્પર મસળવું, ચરવું, ફેંકવું, મારવું આદિથી દુઃખ દીધું હોય તે જીવોને પણ હું નમાવું છું. ૪
પગ ઉપડશે તો માર્ગ એની મેળે જડી જશે.