________________
ભવાલોચના
પ્રતિક્રમણમાં ઊંધ આવી. બેઠા પ્રતિક્રમણ કર્યું. વાંદણાદિ અવિધિપૂર્વક દીધા. છતી શતિએ દાનાદિ ધર્મ કર્યું નહિ. જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નહિ. તપ, વિનય, વૈયાવચ્ચ આદિ ધર્મ કાર્યોમાં પ્રમાદ અવિધિ કરી. આત્મહત્યાના વિચારો આવ્યા....ઈત્યાદિ.
વિશેષ ગુરુગમને મેળવી જાણવું.
事
પર્યન્તારાધના
માંદો મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણ કહે છે :‘હે ભગવન્ ! હવે અવસરને ઉચિત ફરમાવો’ ત્યારે ગુરુ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે :
૧. અતિચારને આલોવવા જોઈએ, વ્રતો ઉચ્ચરવા જોઈએ; જીવોને ક્ષમા આપવી જોઈએ અને ભવ્ય આત્માએ અઢારે પાપસ્થાનો વોસિરાવવાં જોઈએ. ૨. ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ; દુષ્કૃત (પાપ)ની નિંદા કરવી જોઈએ; અને સારાં કામોની અનુમોદના કરવી જોઈએ, અનશન કરવું જોઈએ અને પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવા જોઈએ. ૩. જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, વીર્યમાં એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારો આલોવવા જોઈએ. ૪. સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર-અન્ન વગેરે ન આપ્યું હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૫. પાંચ પ્રકારના જ્ઞાનની નિંદા કરી હોય અથવા ઉપહાસ (મશ્કરી) કર્યો હોય અથવા ઉપઘાત કર્યો હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૬. જ્ઞાનનાં ઉપકરણ પાટી પોથી વગેરેની જે કોઈ આશાતના થઈ હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૭. નિઃશંકા વગેરે આઠ પ્રકારના ગુણસહિત જે સમ્યક્ત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૮. જિનેશ્વરની યા જિનપ્રતિમાની
૭૨૭
6
આ ભવાટવી સંસારનો, વોળાવો નવકાર; જો સાથે રાખો તેહને, તો કોઈ નહીં લૂંટનાર.