________________
જેન શારદાપૂજન વિધિ
૮૦૧
જૈન શારદાપૂજન વિધિ સ્વચ્છ અને પ્રભાવશાળી ફોટાની અથવા મૂર્તિની વંદના કરી બહુમાનપૂર્વક સ્થાપના કરવી. વિદ્યાની દેવી શ્રી સરસ્વતી માતા, અનંત લબ્લિનિધાનશ્રી ગુરુ ગૌતમ સ્વામી, શુભલક્ષ્મીની દેવીશ્રી લક્ષ્મીમાતા અને આપને જેના પર અતૂટ શ્રદ્ધા હોય તે પરમકૃપાળુ પરમાત્માના ફોટાનું સ્થાપન કરવું. અને તેની શુદ્ધ કેશર-સુખડથી પૂજા કરી, ગુલાબી ગુલાબના ફૂલનો હાર ચડાવવો. સુગંધી સાચા તથા લાલ ફૂલ ચડાવવા. સુગંધી ધૂપ તથા દિપક પૂજન પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલુ રાખવા. ગુલાબનું અત્તર છાંટવું. ગુલાબજળનો ચારે બાજુ છંટકાવ કરવો.
જૈન વિધિથી જે કરે, પૂજન ચિત્ત ધરંત; લાભ સવાયો તેહથી, ગૃહી નિશદિન લહંત. ૧ લક્ષ્મી આવે તે ઘરે, મહાવીર નામ ધરંત,
ગૌતમનામ સ્મરાગ થકી, મન પ્રહલાદ રહત. ૨ શુભ મુહૂર્તે (સારા ચોઘડીયે) પ્રથમ ચોપડો સારા બાજોઠ ઉપર પૂર્વ અગર ઉત્તર દિશા તરફ સ્થાપવો. સર્વ પૂજકના લલાટમાં કંકુનો ચાંદલો કરી ઉપર ચોખા ચોડવા. પડખે ઘીનો દીપક તથા ધૂપ રાખવો. પૂજા કરનારે પોતાના જમણા હાથે નાડાછડી બાંધવી અને પછી નાડાછડી બાંધેલી મનોહર લેખણ લઈ, ત્રણ નવકાર ગણી નીચે લખ્યા મુજબ નવા ચોપડામાં લાલ અક્ષરથી લખવું.
: “શ્રી પરમાત્મને નમ:, શ્રી ગુરુભ્યો નમ:, શ્રી સરસ્વત્યે નમ:, અનંતલબ્ધિ નિધાનશ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો. શ્રી કેશરીયાનો ભંડાર ભરપૂર હોને, શ્રી ભરત ચક્રવર્તીની ઋદ્ધિ હોજ, શ્રી બાહુબલીનું બળ હોજો, શ્રી અભયકુમારની બુદ્ધિ હશે, શ્રી કવન્ના શેઠનું સૌભાગ્ય હોજો, શ્રી રત્નાકરસાગરની લહેર હોજો, શ્રી જિન-શાસનની પ્રભાવના હોજો.”
સારા વિચારમાં જીવનારા જીવની દુર્ગતિ થાય નહિ.