________________
1930
રત્નત્રયી ઉપાસના
કરનારા મુનિઓનું મને શરણ હોજો. ૩૫. જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતનો ભાર વહન કરવામાં જે વૃષભ સમાન છે અને જે પંચમ ગતિ (મોક્ષ)ના અનુરાગી છે, તે મુનિઓનુંમને શરણ હોજો. ૩૬. જેમણે સકળ સંગનો ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ, મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે અને જે મોક્ષમાર્ગને સાધવાવાળા છે, તે મુનિઓનું મને શરણ હોજો. ૩૭. કેવળજ્ઞાનને લીધે દિવાકર સરખા તીર્થંકરોએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીવોને હિતકારી એવા ધર્મનું મને શરણ હોજો. ૩૮. ક્રોડોના કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થ રચનાનો નાશ કરનાર જીવદયાનું જેમાં વર્ણન થાય છે, એવા ધર્મનું મને શરણ હોજો. ૩૯. પાપના ભારથી દબાયેલા જીવને કુગતિરૂપી કૂવામાં પડતાં જે ધારણ કરી રાખે છે, તેવા ધર્મનું મને શરણ હોજો. ૪૦. સ્વર્ગ અને મોક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુંથાયેલા લોકોને માટે જેઓ સાર્થવાહરૂપ છે અને સંસારરૂપી અટવી પસાર કરાવી આપવામાં જે સમર્થ છે, તે ધર્મનું મન શરણ હોજો. ૪૧. આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સંસારના માર્ગથી વિરક્ત ચિત્તવાળા મેં જે કાંઈ પણ દુષ્કૃત કર્યું હોય તેની હમણાં આ ચાર (અરિહંત, સિદ્ધ સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મ)ની સમક્ષ હું નિંદા કરું છું. ૪૨. મિથ્યાત્વથી વ્યામોહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીર્થ (અસત્ય મત)નું સેવન કર્યું હોય તે સર્વની હમણાં હું નિંદા કરું છું. ૪૩. જિનધર્મ માર્ગને જો મેં પાછળ પાડ્યો હોય અથવા તો અસત્ય માર્ગને પ્રગટ કર્યો હોય અને જો હું બીજાને પાપના કારણભૂત થયો હો તો તે સર્વની હમણાં હું નિંદા કરું છું. ૪૪. જંતુઓને દુઃખ આપનારા હળ, સાંબેલું વગેરે જે મેં તૈયાર કરાવ્યાં હોય અને પાપી કુટુંબનું જે મેં ભરણ-પોષણ કર્યું હોય તે સર્વની હમણાં હું નિંદા કરું છું. ૪૫. જિનભુવન, પ્રતિમા, પુસ્તક અને (ચતુર્વિધ) સંઘરૂપ સાત ક્ષેત્રમાં જે ધન બીજ મેં વાવ્યું હોય તે સુકૃતની હું અનુમોદના કરું
પાપરાશિ ભેગી કરી, પામ્યા દુઃખ અપાર, એહ દુઃખને ટાળવા, નિત્ય સ્મરો નવકાર.
1