________________
७२८
SP
Ca
ભાવથી પૂજા કરી ન હોય અથવા અભક્તિથી પૂજા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૯. દેવદ્રવ્યનો મેં જો વિનાશ કર્યો હોય અથવા બીજાને નાશ કરતો જોઈ ઉપેક્ષા કરી હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦. જિનેન્દ્રમંદિર વગેરેમાં આશાતના કરનારને પોતાની શક્તિ છતાં ન નિષેધ્યો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૧. પાંચ સમિતિ સહિત અથવા ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પાળ્યું હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૨. કોઈ પણ રીતે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયાદિ એકેદ્રિય જીવોનો વધ થયો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૩. કીડા, શંખ, છીપ, પુરા, જલો, અળસિયાં વગેરે બેઈંદ્રિય જીવોનો વધ થયો હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૪. કોડી વિ. તેઈંદ્રિય જીવોનો વધ થયો હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૫. વીંછી, માખી, ભ્રમર વગેરે ચતુરિદ્રિય જીવોનો વધ થયો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૬. પાણીમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કોઈ પણ પંચેન્દ્રિય જીવોનો વધ થયો હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૭. ક્રોધથી, લોભથી, ભયથી હાસ્યથી અથવા પરવશપણાથી મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હોય તે હું નિંદું છું તેની ગાઁ કરું છું. ૧૮. કપટકળાંથી બીજાને છેતરીને થોડું પણ નહિ આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય તો તે હું નિર્દૂ છું, તેની ગાઁ કરું છું. ૧૯. રાગ સહિત હૃદયથી દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબંધી જે મૈથુન મેં આચર્યું હોય તેની હું નિંદા ને ગર્હા કરું છું. ૨૦. ધન, ધાન્ય, સુવર્ણ વગેરે નવ પ્રકારના પરિગ્રહ સંબંધમાં જે મમત્વભાવ મેં ધારણ કર્યો હોય તેની હું નિંદા-ગીં કરું છું. ૨૧. જુદીજુદી જાતનાં રાત્રિ-ભોજન ત્યાગના નિયમોમાં મારાથી જે ભૂલ થઈ હોય તેની હું નિંદા ને ગર્હા કરું છું. ૨૨. જિનેશ્વર ભગવાને કહેલો બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનો તપ જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો હોય તેની
મેં
રત્નત્રયી ઉપાસના
વિભાવ દશા જે આત્મની, આપે દુઃખ અપાર, સંકલેશોના સમયમાં, મંત્ર સ્મરો નવકાર.