________________
૭૩૨
રત્નત્રયી ઉપાસના
Cas
પામવું સુલભ છે, પણ દુર્લભમાં દુર્લભ નવકાર મંત્ર પામવો તે છે, તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. ૫૯. એક ભવમાંથી બીજા ભવમાં જતાં ભાવિકોને જે નવકાર મંત્રની સહાયથી પરભવને વિષે મનોવાંછિત સુખ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૬૦. જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપી સમુદ્ર ગાયની ખરી જેટલો થાય છે અને જે મોક્ષના સુખને સત્ય કરી આપે છે, તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મરણ કર. ૬૧. આ પ્રકારની ગુરુએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકલ પાપ વોસિરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. ૬૨. પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવામાં તત્પર એવો રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલોકમાં ઈંદ્રપણું પામ્યો. ૬૩. તેની સ્ત્રી રત્નવતી પણ તે જ પ્રકારે આરાધીને જ પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી આવીને બન્ને મોક્ષે જશે. ૬૪. આ સંવેગ ઉત્પન્ન કરનાર સોમસૂરિએ રચેલી આ પર્યન્તારાધના જે રૂડી રીતે અનુસરશે, તે મોક્ષસુખ પામશે.
‘“પર્યન્તારાધના’” સમાપ્ત 醫事
આત્મ મંથન
પાપની સ્વીકૃતિ એ શુદ્ધિનું પહેલુ પગથિયું છે.
જીવનમાં જિનભક્તિ વધશે એટલે વાસનાનો વંટોળ આપોઆપ શાન્ત થઈ જશે.
જેનું કામ ધર્મરત છે તેને દેવ પણ નમન કરે છે.
શ્રી જિનેશ્વર દેવના ભક્ત માતા-પિતા મળવા તે પણ પરમપુણ્યની નિશાની છે.
ગની
અકથનીચ મહિમા કહ્યો, નવકાર મંત્રનો ભાઈ,વાણી વર્ણવી નવ શકે, અનુભવથી સમજાય.