________________
૭૦૨
રત્નત્રયી ઉપાસના
પ્રશ્ન ૩૫. હે સર્વજ્ઞ ભગવાન ! ક્યા કર્મથી જીવ રોગી થાય છે ? જવાબ : હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! જે પુરુષ વિશ્વાસ પમાડીને વિશ્વાસઘાત કરી જીવને મારે છે, મનથી શુદ્ધ આલોચના ગ્રહણ કરતો નથી. તે પુરુષ મરીને અન્ય જન્મમાં રોગી થાય છે. પ્રશ્ન ૩૬. હે જગવત્સલ પ્રભુ! જીવ ક્યા કર્મથી રોગરહિત-નીરોગી થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે જીવ વિશ્વાસ રાખનાર જીવનું રક્ષણ કરે છે અને પોતાનાં સર્વ પાપસ્થાનકોની આલોચના કરે છે અને ગુરુ મહારાજે આપેલ પ્રાયશ્ચિત પૂર્ણ કરે છે, તે પુરુષ મરીને અન્ય ભવમાં રોગરહિત નીરોગી થાય છે. પ્રશ્ન ૩૭. હે દયાના સાગર ! આ જીવ હીન અંગવાળો શાથી થાય છે ? જવાબઃ જે પુરુષ કપટ વડે, હસ્તલાઘવ કળા વડે, ખોટાં તોલ વડે અને ખોટા માપ ભરવા વડે તથા કંકુ, કપૂર, મંજિષ્ઠ વગેરે પદાર્થોનો ભેળસેળ કરીને વેપાર કરે છે, વળી માયા-કપટ કરે છે, આવા પ્રકારના પાપ કરવા વડે તે પુરુષ મરીને ભવાંતરમાં મનુષ્ય થાય તો પણ ઈશ્વર શેઠના પુત્ર દત્તની જેમ હીન અંગવાળો થાય છે. પ્રશ્ન ૩૮. હું ત્રણ જગતના નાથ ! ક્યા કર્મને લીધે જીવ મૂંગો થાય
જવાબ : હે ગૌતમ ! જે પુરુષ સંયમવાળા, ગુણવાળા અને શુદ્ધ શીલવાળા પૂજ્ય સાધુઓની નિંદા કરે છે, તે બીજા ભવમાં મૂંગો અને બોબડો થાય છે.
પ્રશ્ન ૩૯, હે ત્રણ જગતના નાથ ! ક્યા કર્મના ઉદયથી જીવ ઠુંઠો થાય છે ?
1.4.2ના
રૂપનાવર +
મ કહww.gs, જાટકા નાખ રૂબરા બધા જ માનકર કર કે
હા
‘આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ સુખ છે.