________________
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૮
જ - ૮.
નિષ્ફળ જાય છે. પંચિંદિય સૂત્ર એ ગુરુનું ઓળખપત્ર છે, આ સૂત્રમાં બતાવેલા ઉત્તમ ૩૬ ગુણો જેનામાં હોય તે જ સાચા ગુરુ, આવા ગુણવાન ગુરુ જીવને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે, ગુણોના પર્વત ઉપર ચઢાવે છે. દુર્ગતિની ભયંકર ખાઈથી બચાવી સદ્ગતિ-સિદ્ધિગતિના દ્વારે પહોંચાડે છે. માટે પંચિંદિય સૂત્ર ગુરુ સ્થાપનારૂપે બોલવાનું છે.
ગુરુસ્થાપના કર્યા બાદ શું કરવાનું ? શા માટે ? ગુરુસ્થાપના કર્યા બાદ ગુરુને વંદન વિધિ ખમાસમણ સૂત્ર, ઈચ્છકાર સૂત્ર અને અબ્બુદ્ઘિઓ સૂત્રથી કરવાની છે. પ્રથમ બે ખમાસમણ નિર્વિકારી, નિષ્પાપકાયા વડે વંદન કરવાની ઈચ્છા વ્યક્ત કરવારૂપ છે, મસ્તક, બે હાથ, બે ઢીંચણ નમાવવાપૂર્વક પંચાંગ પ્રણિપાત કરવાનું છે, ત્યારબાદ ગુરૂદેવની તબિયતની સુખશાતા પૂછવા ઈચ્છકાર સૂત્ર બોલવાનું છે, ત્યારબાદ પદસ્થ ગુરુદેવને વિનયભાવરૂપ એક ખમાસમણ વધારે આપી, ગુરુદેવનો જાણે અજાણે વિનયાદિ કરતાં અપરાધ-આશાતના થઈ હોય તો તેનો ‘મિચ્છામિદુક્કડં’’ આપવા માટે અભ્રુટ્ઠિઓ સૂત્ર બોલવાનું છે.
પ્રશ્ન ૯ ગુરુવંદન બાદ ખમાસમણ આપી શ્રી ઈરિયાવહિયા સૂત્ર, શ્રી તસઉત્તરી સૂત્ર, તથા શ્રી અન્નત્થ સૂત્ર શામાટે બોલવાનું છે ?
-૯. સામાયિક સાધનાની શરૂઆત કરતાં ગુરુનો પુનઃ વિનય કરવા ખમાસમણ દેવાનું છે. ત્યારપછી ઈરિયાવહિયા સૂત્ર જયણા ધર્મને પુષ્ટ કરવા માટે બોલાય છે. જૈન શાસનનો પ્રાણ જયણા છે. પ્રત્યેક ક્રિયા કરતાં કોઈપણ જીવની વિરાધના ન થાય તેનું લક્ષ્ય રાખવાનું છે, માટે જ જયણા ધર્મની પુષ્ટિ
૭૦૯
ક્રોધ કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત પર લેવો.