________________
૭૧
રત્નત્રયી ઉપાસના
માટે ભક્તિ આત્માની પવિત્રતા, પ્રકાશ તરફ, ને પ્રગતિની આશા કરીને, ગુણોથી વિભૂષિત, આદર્શ કલ્યાણ કર, આત્મા એ પ્રભુની ભક્તિ કરવી એજ મહાન કર્તવ્ય છે.
પ્રશ્ન ૧૪
આ સૂત્રના શ્રવણથી લાભ પ્રાપ્ત કેમ શું થાય ? જ -૧૪. આ સૂત્રનું પ્રતિપલ સ્મરણ કરવાથી દર્શન મોહનીય નામનું કર્મ અને અનંતાનુબંધી નામના કર્મનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયોપશમ થવાથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પરમાત્માના શુદ્ધ આલંબનથીજ જીવ નિરાલંબી બની શકે છે. સાત્ત્વિક ગુણોની પ્રાપ્તિ માટે આ સાત્ત્વિક આરાધના છે.
પ્રશ્ન ૧૫ લોગસ્સ સૂત્રબાદ ખમાસમણ આપવા પૂર્વક મુહપત્તિની પડિલેહણનો આદેશ શા માટે મંગાય છે ? મુહપત્તિ વિષેનું માહિતી સમજાવો ?
જ-૧૫. કોઈપણ વિધિ કરવાથી અનુજ્ઞા ગુરુદેવશ્રીની લેવાની છે. તેથી ગુરુના વિનયરૂપ ખમાસમણ આપીને જ અન્ય આદેશો માંગવાનો અધિકાર છે.
મુહપત્તિની માહિતી :
મુહપત્તિ એ મોક્ષમાર્ગની બત્તિ (લાઈટ) છે, મુહપત્તિ ૧૬ આંગળ (પોતાનું માપ) ની હોય છે, કારણ કે કષાય ૧૬ છે; અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ (૪), અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ (૪) = ૧૬. આ ૧૬ કષાયની નિવૃત્તિ (સમાપ્તિ) માટે અને સમતોપયોગની
Bds
સદાઅફર સુખનિધાન નિજઆત્માની ઓળખાણ કરીને તેમાં જ હરી જા.