________________
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી
S
૭૧૭
પ્રાપ્તિ માટે જ ૧૬ આંગળનું માપ છે. મુપત્તિની ચાર બાજુમાં એક બાજુ (કિનાર) બંધ હોય છે, કારણકે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકમાંથી (ગતિમાંથી) એકજ મનુષ્યગતિની એ તાકાત છે કે ચારગતિરૂપ સંસારનો અંત કરી શકે, મોક્ષમાં જવાનો પરવાનો મનુષ્યગતિનો જ છે. માટે મનુષ્યગતિરૂપ એક કિનાર બંધ છે. ત્રણ ભાગ (કિનાર) ખુલ્લો દોરો કાઢેલો હોય છે. મુહપત્તિના કુલ આઠ પદ કરવામાં આવે છે. જેમાં ચાર પદ મોટા છે, અને ચાર નાના છે; કારણ કે આઠે આઠ કર્મ મોક્ષ માટે બાધક (પ્રતિબંધક) છે, તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ એ ચાર ઘાતિકર્મનો ઘાત (નાશ) કરવો અત્યંત કઠિન છે. આ ચારના નાશથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે ચાર મોટા છેડા છે. મુપત્તિમાં આમ બે ભાગ થાય છે, જે રાગ અને દ્વેષરૂપ કર્મબંધના (ડ) કારણને દબાવવાનું, વશમાં રાખવાનું સૂચવે છે. હવે મુહપત્તિની પડિલેહણા વખતે શું બોલવાનું ? શા માટે? મુહપત્તિના બોલ - સૂત્ર - અર્થ-તત્ત્વ કરી સદ્દહું (૧) સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું (૪) કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરે (૭) સુદેવ સુગુરુ સુધર્મ આદરૂ (૧૦) કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું (૧૩) વિજ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂ (૧૬) જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું (૧૯) મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂ (૨૨) મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરે (૨૫) હાસ્ય, રતિ, અરતિ પરિહરું (૨૮) ભય, શોક, દુર્ગચ્છા પરિહરું (૩૧) કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા પરિહરે (૩ર) રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવા
જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે.