________________
૭૧૪
રત્નત્રયી ઉપાસના
મૌન થકી વચનથી, ધ્યાન થકી મનથી સ્થિર થવાનું છે. ૩) સમય :- “જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ” પદ જ્યાં સુધી “નમો અરિહંતાણ” બોલીયે નહી ત્યાં સુધી કાઉસગ્નમાં સ્થિર રહેવું. ૪) આગાર :“અન્નત્થ ઊસસિએણંથી હજમે કાઉસ્સગ્ગો” પદથી ૧) ઊંચો શ્વાસ લેવો ૨) નીચો શ્વાસ મૂકવો ૩) ખાંસી ખાવી ૪) છીંક આવવી ૫) બગાસુ ખાવુ ૬) ઓડકાર ખાવા ૭) વાછૂટ થવી ૮) ચકરી આવવાથી ૯) મૂર્છા આવવાથી ૧૦) સુક્ષ્મ અંગ (ગાત્ર કંપનાદિ) હાલવાથી ૧૧) સૂક્ષ્મ થુંક ગળવાથી ૧૨) સૂક્ષ્મ રીતે દુષ્ટી હાલવાથી આ બાર પ્રકારની નૈસર્ગિક ક્રિયા તથા અગ્નિભય, ચોરભય, સર્પદંશ ભય, પશુભય આ ચાર ઉપસર્ગ. કુલ ૧૬ (આગાર) બાબતની છૂટ (રજા) આપી છે, જે ક્રિયાથી કાઉસ્સગ્ગ સાધનાનો ભંગ થતો નથી. કાયોત્સર્ગની અખંડિતતા માટે કુદરતી જ થતા
કાયવ્યાપારના આગારો અન્નત્થ સૂત્રમાં બતાવ્યા છે. પ્રશ્ન ૧૨ કાયોત્સર્ગ કેટલા સમયનો કરવો? કાઉસ્સગ્નમાં લોગસ્સ
શામાટે ગણવો? જ-૧૨. કાયોત્સર્ગ ૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણનો કરવાનું વિધાન છે,
તેના માટે લોગસ્સ સૂત્રનું (“ચંદસુ નિમ્મલયરા” સુધી)
સ્મરણ કરવાનું છે. લોગસ્સના ૨૮ પદ છે. તેથી કાઉસગ્નનું પ્રમાણ સાચવવા ચંદેસુ નિમ્મલયરા સુધીનો જ કાઉસ્સગ કરવાનો છે. લોગસ્સ સૂત્રનાં ચિંતનથી ૨૪ તીર્થંકર પ્રભુની સ્તવના રૂપ સ્મરણ થાય છે. તીર્થંકર પ્રભુના ધ્યાનથી કર્મમળ બળીને ખાખ થઈ જાય છે. પરમાત્માના વિસ્મરણે જ પાપરૂપ વિરાધના થાય છે, તેથી કાઉસ્સગ્નમાં પરમાત્માના નામ સ્મરણનું જ વિધાન બતાવાયું છે.
* ક.ક.ના રાજા કરવામાં
જ્યાં નીતિ છે ત્યાં સદાચાર છે અને ત્યાંજ નારાયણ વસે છે.