________________
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ
૭૦૩
જવાબ: હે ગૌતમ! જે પુરુષ સાધુ ઉપર (ષ ધારણ કરી) પાદપ્રહાર કરે છે લાત મારે છે. તે અગ્નિશર્માની જેમ ઠુંઠો થાય છે. પ્રશ્ન ૪૦. હે કૃપાવતાર પ્રભુ ! ક્યા કર્મથી જીવ પગરહિત-પાંગળો થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે પુરુષ નિર્દયપણે ભૂખ્યા, થાકી ગયેલા, બળદ, ઘોડા વગેરે જીવોના ઉપર ભાર લાદે છે, પછીથી તેઓને મારે છે, તેમનાં અંગોને છેદે છે અને શરીરના સાંધાઓમાં મર્મઘાત કરે છે, તે પુરુષ મરીને કર્મણની જેમ પાંગળો થાય છે. પ્રશ્ન ૪૧. હે કરુણાસમુદ્ર ભગવંત! ક્યા કર્મથી જીવ સુરૂપ થાય છે? જવાબ : હે ગૌતમ જે પુરુષ છત્રના દંડની જેમ સીધો-સરળ સ્વભાવવાળો હોય છે, વળી જેનું મન ધર્મ કાર્યમાં લાગેલું હોય છે, તેમ જ જે જીવ દેવની, શ્રી સંઘની અને ગુરુ ભગવંતની ભક્તિ કરે છે તે જીવ સુંદર રૂપવાળો થાય છે. પ્રશ્ન કર. હે દીનબન્યો પ્રભુ ! ક્યા કર્મના ઉદયથી જીવ કુરૂપ થાય
જવાબ: હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! જે પુરુષ કપટી સ્વભાવવાળો હોય છે, વળી જે જીવને પાપ કરવાનું પ્રિય લાગે છે, વળી જે જીવહિંસા કરવામાં તત્પર રહે છે અને દેવ-ગુરુ પ્રત્યે દ્વેષ રાખે છે તે જીવ મરીને અતિ કુરૂપ થાય છે. પ્રશ્ન ૪૩. હે કૃપાનિધિ ભગવંત ! જીવ ક્યા કમને લીધે ઘણી વેદનાથી પીડાય - દુઃખી થાય છે ? જવાબ : જે પુરુષ પ્રાણીઓને લાકડી-દંડ વડે, હાથ વડે, ચાબુક વડે, તલવાર વડે અને ભાલા કે યંત્ર વડે મારે છે, તેમને પીડા કરે છે, વળી જાળ વગેરે વડે જીવોને વેદના પમાડી દુઃખી કરે છે તે પાપી-કરુણારહિત પુરુષ પરભવમાં બહુ વેદના-દુઃખ પામે છે.
શંકા રાખી બરબાદ થઈ જવા કરતાં વિશ્વાસ રાખી લૂંટાઈ જવું સારૂં.