________________
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ
?
SEE
પ્રશ્ન ૨૨. હે કૃપાના સાગર ! ક્યા કર્મથી મનુષ્યનું દ્રવ્ય નાશ પામે
જવાબ : હે ગૌતમ ! જે પુરુષ દાન આપીને પછી મનમાં વિચારે, અરે ! આ દાન મેં શા માટે આપ્યું ? એમ પશ્ચાત્તાપ કરે તેના ઘરમાંથી નિશ્ચય કરીને લક્ષ્મી થોડા જ વખતમાં પાછી ચાલી જાય
પ્રશ્ન ૨૩. હે દયાના ભંડાર ! ક્યા કારણથી માણસને લક્ષ્મી ફરીથી આવી મળે છે ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ પોતાની પાસે થોડું ધન હોય તો પણ પોતાની શક્તિ અનુસાર સુપાત્રને દાન આપે છે અને બીજાની પાસે પણ દાન અપાવે છે તેને પરભવમાં ફરીથી ઘણી લક્ષ્મી આવી મળે છે. પ્રશ્ન ૨૪. હે દીનદયાળ ! ક્યા કર્મથી જીવને લક્ષ્મી મળે અને સ્થિર થાય છે ? જવાબ : હે ગૌતમ ! જે જે વસ્તુ આપણને પોતાને ગમતી હોય તે વસ્તુ સારી ભાવનાથી જો સાધુઓને આપવામાં આવે, આપ્યા પછી પશ્ચાતાપ કરે નહિ, પણ મનમાં ઘણો રાજી થાય તેની લક્ષ્મી શાલિભદ્રની લક્ષ્મીની જેમ સ્થિર થાય છે. પ્રશ્ન ૨૫. હે કરુણાસમુદ્ર ભગવંત! ક્યા કર્મથી મનુષ્યને ત્યાં પુત્ર જીવતો નથી ? જવાબઃ હે ગૌતમ ! જે પુરુષ પશુ, પક્ષી અને મનુષ્યોનાં બાળકોને વિયોગ કરાવે છે વળી પાપી હોય છે તે પુત્ર વિનાનો થાય છે, તેને
ત્યાં બાળકો થતાં નથી, કદાચ બાળકો થાય તો જીવતાં નથી. પ્રશ્ન ૨૨. હે સર્વજ્ઞ પ્રભુ ! ક્યા કર્મથી જીવ ઘણા પુત્રવાળો થાય છે ?
નીતિ તે કપડાં સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે.