________________
૫૫૮
રત્નત્રયી ઉપાસના
કિંપાકફલ જેવું છે.
શરૂઆતમાં શરીર જકડાવે પછી મૃત્યુ, અંતે નરકનાં જાલિમ દુઃખો હે પ્રભુ ! મધના ટીપાની ઈચ્છામાં (મામાં) હું નરકનાં દુ:ખો પણ ભૂલી ગયો. શું થશે મારૂં !
મારા અંતરમાં સુંદર ભોગને મેં અધર્મે ચિંતવ્યા, પરંતુ રોગની ખાણ તરીકે તેની મેં ચિંતવના ન કરી. ધનપ્રાપ્તિનો મેં વિચાર કર્યો, પરંતુ તે મૃત્યુને બોલાવવા જેવું છે તે ભૂલી ગયો. સ્ત્રીઓનો ઊહાપોહ તે કર્યો, પરંતુ તે નરકનું બંદીખાનું છે તેવું ભાન અધમ એવા મને કદી પણ ન થયું.
મારા જન્મની નિષ્ફળતા
હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ, પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થનાં ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા. ॥૨૧॥
હે શુદ્ધચારિત્રસંપન્ન પરમાત્મા !
સંયમના આચારપાલનમાં એટલા તો લોચા માર્યા કે જેથી અન્યને મારી નિંદા કરવાનું મન થઈ ગયું.
× બીજાનું કામ તો ઘણું કર્યું, પણ બોલીને બગાડી દીધું. ભાઈ ! આ તો હું હતો એટલે તું બચી ગયો નહિંતર રોળાઈ–રોળાઈને મરી જાત. હું આવું બોલ્યો એટલે ચારે બાજુ મારો અપયશ લોકોએ ફેલાવ્યો.
* ક્રોડોની સંપત્તિ ભેગી કરી પણ કોઈજ તીર્થનો જિર્ણોદ્ધાર કરવાનું મને મન ન થયું. ખરેખર હું ઘાંચીના બળદની જેમ ચોર્યાશીના ચક્કરમાં ફર્યા જ કર્યો, જરાય પ્રગતિ જ નહિ.
જે છૂટવા
અમા
માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી.