________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
જ્યાં આદિશ્વર બિરાજે, જે ભવની ભાવઠ ભાંજે;
પ્રભુજી પ્યારા નિરાગી નિષ્કામ છે. સૌ ।૧૦
જ્યાં સોહે પુંડરીક સ્વામી, ગિરૂઆ ગણધર ગુણગામી; અંતરભયો આતમના આરામ છે. સૌ ।૧૧।
જ્યાં રાયણ છાંળા નિલુડી, પ્રભુ પગલાં પરે રૂડી;
શીતળ કારી એ વૃક્ષનો વિરામ છે. સૌ ।૧૨।
જ્યાં નિરખીને નવ ટૂંકો, જબ થાયે પાતિકનો ભુકો
દિવ્ય દહેરાનાં અલૌકિક કામ છે. સૌ ।૧૩।
જ્યાં ગૃહિલીંગ સિધ્યા અનંતા, સિદ્ધિપદ પામ્યા સંતા; પંચમકાલે એ મુક્તિનું મુકામ છે. સૌ ।૧૪।
શ્રી કમલસૂરીગુણગાવે, તે લાભ અનંતો થાવે;
જાત્રા કરવા મનડાંની મોટી હામ છે. સૌ ।૧૫।
卐慶事
મંથન
તીર્થ યાત્રાનું સ્મરણ ભવભ્રમણનો નાશ કરનારૂં છે.
વિષય સુખ માટેની દોડધામ, માનવ જીવનનું અધઃપતન છે.
જેમ જેમ જ્ઞાનની ભૂખ જાગે તેમ તેમ ભોગની ભૂખ શમતી જાય.
..
...
ભોગની ભૂખ અને ખાવાનો રસ આ બે ભયંકર દુર્ગુણ છે. શ્રાવક શ્રાવિકા કર્મ જનિત સુખ ભોગવે પણ સુખને કદી સારૂં ન માને.
d
શ્રદ્ધા એ પ્રેમની ભગિની છે, શંકા એ પ્રેમનું કબ્રસ્તાન છે.
૫૩