________________
૭૫૪
રત્નત્રયી ઉપાસના
ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા
“નમો અરિહંતાણં’
ત્રણ લોકનાં તીર્થોની ભાવયાત્રા પૂર્વે :
ત્રણે કાળમાં જંઘાચારણ વિદ્યાચારણ લબ્ધિધર મુનિઓ જે તીર્થોની યાત્રા કરી રહ્યા છે, દેવોથી જે તીર્થો પૂજાઈ રહ્યા છે, એવા મહાન શાશ્વત તીર્થોની મનોમન ભાવભર્યા હ્રદયે યાત્રા કરવાનો સુઅવસર આપણને પ્રાપ્ત થયો છે. ભલે ચર્મચક્ષુથી સાક્ષાત્ દર્શન કરવાનું ભાગ્ય નથી... પણ શ્રુતજ્ઞાનના બળે... જાણે સાક્ષાત પ્રભુને ભેટવા જઈ રહ્યા છીએ સાક્ષાત્ પ્રભુનાં દર્શન કરી રહ્યા છીએ. એવા ભાવ હૈયામાં ઉભરાઈ રહ્યા છે.
સર્વ જીવો પ્રત્યે આત્મીયતાના ભાવ કેળવી, વિષય-કષાયને મંદ કરી, આપણે પરમાત્માને હૃદયમાં સ્થાપન કરીએ છીએ. હે દેવાધિદેવ...તારા દર્શને આવનાર ભવ્યો... અને તારા દર્શનને પામનાર ભવ્યો ખરેખર બડભાગી છે. થોડા વખતમાં સંસારનો (ભવોનો) અંત કરનાર છે. અમારા હૃદયમાં પણ હે પ્રભુ “તારી સ્થાપના જ્યાં સુધી અમારા ભવનો અંત ન થાય ત્યાં સુધી હોજો.''
શાશ્વત પ્રતિમાજીની ભવ્યતા પણ કેવી મહાન છે...? ૫૦૦ ધનુષની ઉંચાઈવાળા, સુવર્ણનાં પ્રતિમા... તેમનાં હોઠ... તાળુ... હાથ પગનાં તળીયા ભૃકુટી નખ... આદિ અવયવો તે તે વર્ણનાં રત્નોનાં બનેલા છે. મુખ ઉપરનું તેજ કાંઈ ઝગમગતું શોભી રહ્યું હોય છે. આ પ્રતિમાજીને કોઈ બનાવતું નથી. અને અંત પણ નથી. આવી શાશ્વત પ્રતિમાજીને આપણી ક્રોડ ક્રોડ વંદના હોજો.
જંબુદ્વિપમાં જે શાશ્વત જિનાલયો છે તેનાં કરતાં ઘાતકીખંડમાં
Bo
ચારિત્ર ધોળા કાગળ જેવું છે એકવાર ડાગ પડ્યા પછી મુળ ચમક આવતી નથી.