________________
SES
રત્નત્રયી ઉપાસના
પ્રશ્ન ૯. હે દયાના ભંડાર ક્યા કર્મના ઉદયથી જીવ લાંબા આયુષ્યવાળો થાય છે ? જવાબઃ જે જીવોને મારતો નથી, જે દયાળુ હોય છે, જે જીવોને અભયદાન આપીને જ સંતોષ માને છે, તે જીવ મરીને પરભવમાં દીર્ઘ આયુષ્યવાળો થાય છે.
પ્રશ્ન ૧૦. હે દયાળુ ! જીવ અભોગી-ભોગ વિનાનો શાથી થાય છે? જવાબઃ જે પુરુષ પોતાની વસ્તુ કોઈને આપતો નથી, વળી કોઈને વસ્તુ આપી દે તો, તે માટે મનમાં ખેદ કરે-અગર પાછી માગી લે છે, કોઈ સુપાત્રે દાન આપતાં હોય, તેને આપતાં જે નિવારેઅંતરાય કરે છે. આવાં કર્મ.વડે જીવ ભોગ સુખ-વિનાનો થાય છે.
પ્રશ્ન ૧૧. હે કૃપાસાગર ! જીવ શાથી સૌભાગી થાય છે ? જવાબ: હે ગૌતમ ! જે મનુષ્ય હૃદયમાં હર્ષપૂર્વક સાધુ-મુનિરાજોને ખપે એવા શયન, આસન, વસ્ત્ર, પાટ, સંથારો, પગ પુછણુંદંડાસન, કંબલ વગેરે તેમ જ આહાર-ભોજન પાત્રા તથા પાણી આપે છે તે મનુષ્ય ભોગવાળો અને સુખી થાય છે.
પ્રશ્ન ૧૨. હે કૃપાસિંધુ ભગવાન ! જીવ ક્યા કર્મના ઉદયથી સૌભાગી-સુખી થાય છે ? જવાબઃ જે પુરુષ ગુરુનો, દેવનો અને સાધુઓનો વિનય કરે, કડવાં વચન બોલે નહિ, આવા પ્રકારનો પુરુષ સજ્જનોને પણ દર્શનીય હોય છે, તે સુભગ-સૌભાગ્યશાલી થાય છે, સર્વ લોકોમાં પ્રિય થાય
પ્રશ્ન ૧૩. હે દયાના ભંડાર પ્રભુ ! ક્યા કર્મ વડે જીવ દુર્ભાગી થાય છે ?
કરનાર જરૂર કરજ
જીવનની એકક્ષણ કરોડો દેતાં ખરીદી શકાતી નથી તેને વ્યર્થ ગુમાવવા જેવી નુકશાની કોઈ છે.